આવો રાસ ક્યારેય નહીં જોયો હોય

07 October, 2019 01:12 PM IST  |  રાજકોટ

આવો રાસ ક્યારેય નહીં જોયો હોય

બુલેટ પર રમાતો રાસ...

રાજકોટ નજીક આવેલા હડમતિયા બેડી ગામે ગઈ કાલે રાતે અચરજ કહેવાય એવો બુલેટ-જીપ રાસ યોજાયો હતો. નવદુર્ગા ગરબી મંડળ દ્વારા આયોજિત કરવામાં આવેલો આ રાસ નવરાત્રિના દિવસોમાં માત્ર એક વાર રમાય છે. રાસમાં પાંચ છોકરીઓ અને એટલી જ છોકરીઓ છોકરાના લુકમાં રમે છે.

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

રાસમાં એક પણ ખૈલેયો જીપ કે બુલેટ પરથી ઊતરીને રાસ નથી લેતો, પણ રાસનાં બધાં સ્ટેપ જીપના બોનેટ અને બુલેટ પર જ કરવામાં આવે છે. રાસ ચાલતો હોય એ દરમ્યાન જીપ અને બુલેટ પણ ગરબીના સ્થાને ગોળ-ગોળ ફરતાં રહે અને ફરતી એ જીપ-બૂલેટ પર રાસ પણ ચાલુ રહે. ગરબી મંડળના સભ્ય ધર્મેશભાઈ ગડિયાએ કહ્યું હતું કે ‘આધુનિકતાને ધ્યાનમાં રાખીને આ વાહન ઉમેર્યાં છે, પણ એમાં માતાજીના ગરબા તો પરંપરાગત છે એ જ ગાવામાં આવે છે. ત્રણ ગરબાનો એક ગરબો બનાવીને આ રાસ રમવામાં આવે છે.’આ રાસ ૧૬ મિનિટથી વધારે લાંબો સમય ચાલે છે અને વન્સમોરને કારણે એવું પણ બન્યું છે કે આ રાસ ૪૦ મિનિટ પણ ચાલ્યો હોય.

rajkot navratri