રાજકોટ: TikTok વીડિયો બનાવવા માટે મંદિરની મૂર્તિને મારી લાત, બેની ધરપકડ

03 July, 2020 10:31 AM IST  |  Rajkot | Gujarati Mid-day Online Correspondent

રાજકોટ: TikTok વીડિયો બનાવવા માટે મંદિરની મૂર્તિને મારી લાત, બેની ધરપકડ

મૂર્તિને લાત મારતો યુવક

જ્યારે આખા વિશ્વમાં કોરોના વાઈરસનો આતંક ફેલાયો છે, ત્યારે આ ઝેરી વાઈરસથી બચવા સરકારે લોકોને ઘરમાં રહેવાની અને સ્વચ્છતા જાળવવાની અપીલ કરી છે. ત્યારે સેલિબ્રિટીથી લઈને સામાન્ય માણસનો કઈ નવું અનં જુદી-જુદી એક્ટિવિટી કરીને ટેલેન્ટ બહાર આવી રહ્યો છે. તેવી જ રીતે લોકો ટિક-ટૉક પર પોતાના ડાન્સના વીડિયો બનાવીને સમય પસાર કરતા હતો. પણ ગુજરાતના રાજકોટ શહેરના બે યુવકોએ તો બધી હદ્દ પાર કરી દીધી છે.

રાજકોટના બે યુવકોએ TikTok વીડિયો બનાવવા માટે મંદિરની મૂર્તિઓ સાથે તોડ-ફોડ કરી છે. હિન્દુ આસ્થાઓનું અપમાન કરવાના અરોપસર આ બન્ને યુવકોની ધરપકડ કરવામાં આવી છે. જાણકારી મુજબ રાજકોટના શાપર-વેરાવળની સર્વોદય સોસાયટીની નજીક એક શિવ મંદિરમાં નંદીની પ્રતિમાને લાત મારીને તોડી દીધી. બાદ શિવ લિંગના ગર્ભગૃહના પ્રવેશદ્વારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ટોપી અને ચશ્મા પહેરેલો યુવક ચપ્પલ પહેરીને મંદિરમાં ઘુસે છે. બાદ સિગરેટ પીતા-પીતા પહેલા નંદીની પ્રતિમાને લાત મારીને તોડી દે છે, બાદ શિવ મૂર્તિના ગર્ભગૃહના પ્રવેશદ્વારને પણ લાત મારવા લાગે છે. TikTok પર કલમ કા બાદશાહના નામથી એણે પોતાનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો @jayu_57 નામની આઈડીથી અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને ઘણા લોકો ધાર્મિક ભાવનાઓથી ઘાયલ થયા અને તેઓએ પોલીસ ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરી.

કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા આ યુવક સામે શાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. રિપોર્ટ અનુસાર આ વીડિયોમાં જોવા મળતા યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે, વીડિયો રેકોર્ડ કરનારા યુવકની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની ઓળખ જયેશ ચુડાસમા (27) અને દિનેશ મહિડા (25) તરીકે થઇ છે.

પોલીસે ઝડપી કાર્યવાહી કરીને યુવકની ધરપકડ કરી હતી અને તેમની ખૂબ જ કડક પૂછપરછ કરી હતી. તે પછી જયેશ દ્વારા મૂર્તિને લાત મારીને તોડી નાખવામાં આવી હતી એનુ સમારકામ કરીને અને મૂળ સ્થાને પુન:સ્થાપિત કરવામાં આવી હતી અને જયેશને ભગવાન શિવ પાસેથી માફી માંગવા પણ કહેવામાં આવ્યું હતું. તે પછી જયેશનો માફી માંગતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

gujarat rajkot tiktok