અમદાવાદમાં બે વિશ્વ કક્ષાના સ્ટેડિયમ લઈ રહ્યા છે આકાર

14 April, 2019 04:23 PM IST  |  અમદાવાદ

અમદાવાદમાં બે વિશ્વ કક્ષાના સ્ટેડિયમ લઈ રહ્યા છે આકાર

સ્ટેડિયમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં જૂન મહિનામાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની જવાબદારી બીજેપીના પ્રેસિડેન્ટ અમિત શાહને સોપી ત્યાર બાદથી અમિત શાહે પોતાના લોકસભાના મતદાન વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ શહેરમાં બદલવાનું શરૂ કરી દીધું છે.

 

 

મેટ્રોની સુવિધા મોટેરો સ્ટેડિયમ સુધી

અમદાવાદના મોટેરા વિસ્તારમાં 1100 કરોડ રૂપિયાના ખર્ચે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની રહ્યું છે. આ મેટ્રોમાં અંદાજિત 1.1 લાખ લોકો બેસી શકશે તે ઉપરાંત ત્યાં સુધી જવા સીધી મેટ્રોની સુવિધા મળી રહેશે. મોટેરા સ્ટેડિયમ સાબરમતી વૉર્ડમાં આવે છે, જ્યાં બુલેટ ટ્રેનનું પણ સૌથી મોટું અને પહેલું સ્ટેશન બનવાનું છે.

આ પણ વાંચો : અમદાવાદઃ પ્રદૂષણ અને ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ, 1000 ઈલેક્ટ્રિક બસ દોડાવાશે

સ્પોર્ટ્સ સેન્ટર શાસ્ત્રીનગરમાં પણ બનશે

અમિતાશાહના વિશ્વસનીય અને અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહ દ્વારા દોઢ વર્ષ બાદ શાસ્ત્રીનગરમાં બીજું ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ સેન્ટર બનાવવા માટે ભલામણ કરવામાં આવી છે. વર્ષ 2002માં અમિત શાહ નારણપુરાના રહેણાંક વિસ્તારના પ્લાનિંગમાં સંકળાયેલા હતા જેથી આ વિસ્તારની પસંદગી કરવામાં આવી છે. યૂનિયન સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી દ્વારા પ્રોજેક્ટમાં મદદ માટે 85 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે.

ahmedabad gujarat narendra modi amit shah