કચ્છ : સુરજબારીમાં જર્જરિત રેલવે બ્રીજથી 7 મજૂરો ખાડીમાં પડ્યા, 2ના મોત

05 May, 2019 05:44 PM IST  |  કચ્છ

કચ્છ : સુરજબારીમાં જર્જરિત રેલવે બ્રીજથી 7 મજૂરો ખાડીમાં પડ્યા, 2ના મોત

કચ્છ સુરજબારી પુલ પરથી પટકાતા 2 મજુરના મોત

કચ્છના પ્રવેશદ્રાર એવા સુરજબારી પુલ પાસે રેલવેના જુના પુલની સમારકામની કામગીરી દરમિયાન અકસ્માત સર્જાયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે માલગાડી રેલવે પુલ પરથી જઇ રહી હતી. રેલવે પુલ પરથી માલગાડી પસાર થતાં પુલ વાઇબ્રેટ થતાં કામગીરી કરતાં 7 મજૂરો ખાડીમાં ટ્રોલી રેફ્યુઝના પ્લેટફોર્મ પરથી સ્લીપર સાથે ખાડીમાં પટકાયા હતા. જેમાં 2 મજૂરોના નિપજતા ભાગદોડ મચી ગઇ હતી.

ઈજાગ્રસ્તોને સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા
ઘટનાની જાણ થતાં જ ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 ના માધ્યમથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પુલ પરથી ખાડીમાં પટકાયેલા લોકોને સામખયારી પોલીસ તેમજ સુરજબારી ચેરા વાંઢ ગામના લોકોની મદદથી બોટ તેમજ ટોલ નાકાની ક્રેન વડે બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે તેમાંથી 2ને બચાવી શકાયા ન હતા. બંનેના મૃતદેહોને પીએમ માટે લાકડીયા સીએચસી સેન્ટર ખસેડાયા હતા.

આ પણ જુઓ : પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે ગુજરાતની આ જગ્યાઓ છે બેસ્ટ

પરપ્રાંતીય ભોગ બન્યા
મળતી માહિતી પ્રમાણે બબલુ ઉર્ફ ઈશ્વરલાલ વિષ્ણુ ગોતે (ઉ.વ.
27, મહારાષ્ટ્ર) અને શૈલેષ ફતેસિંગ જાટ (ઉ.વ.25, રાજસ્થાન)ના એમ 2 વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે લક્ષ્મણ માનકરાવ દાંડેકર (ઉ.વ.28), રાજકુમાર ભગવાનજી ખુલવા (ઉ.વ.22) અને કિશોર રામજી ગોતે (ઉ.વ.30)ને નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.

કઇ રીતે બની ઘટના
કચ્છના પ્રવેશ દ્વારા સુરજબારી રેલવે પુલમાં ખાનગી ઠેકેદારના પાંચ શ્રમિકો અને રેલવેના બે કર્મચારીઓ ઓવરબ્રીજ પર સ્લીપર બદલવાની અને ટ્રેક મેઈન્ટેનન્સની રૂટીન કામગીરી કરી રહ્યાં હતા. તે જ સમયે બરાબર માલગાડી ઓવરબ્રિજ પરથી પસાર થઈ હતી. જેને પગલે કામ કરી રહેલા 7 લોકો ઓવરબ્રીજ પર બનાવેલી ટ્રોલી રેફ્યુજના પ્લેટફોર્મ પર જતાં રહ્યા હતા.જો કે, આ માલગાડી પસાર થઈ રહી હતી તે સમયે સાતેય લોકો જ્યાં ઉભા હતા તે ટ્રોલી રેફ્યુજનો જર્જરિત અને સમુદ્રની ખારાશથી સડી ગયેલો હિસ્સો ટ્રેનની ધ્રુજારી વચ્ચે અચાનક તૂટી પડતા આ સાતેય લોકો ભારેખમ સ્લીપર સાથે ધડામ દઈ નીચે સમુદ્રની ખાડીમાં કમર સમાણાં પાણીમાં ખાબક્યાં હતા.

kutch