રાજકોટમાં મંદીની અસર, કુલ 446 કારખાનાઓને લાગ્યા તાળા

15 July, 2019 10:05 PM IST  |  Rajkot

રાજકોટમાં મંદીની અસર, કુલ 446 કારખાનાઓને લાગ્યા તાળા

ફેક્ટરીઓને લાગ્યા તાળા

Rajkot : છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં દુકાળ જેવી પરીસ્થિતી સામે આવતા ઔદ્યોગિક એકમો-વસાહતમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદીએ સૌરાષ્ટ્રભરમાંથી અનેક કારખાનાઓને ઝપટે લીધા છે. રાજય સરકાર ભલે વિકાસના દાવા કરે પરંતુ દેશના રોલ મોડલ ગણાતા ગુજરાતમાં મંદીનો ઓછાયો વર્તાવાનું શરૂ થઇ ગયું છે મંદીના કારણે રાજકોટ શહેરમાં 446 સહિત સૌરાષ્ટ્રમાં 1300 થી વધુ કારખાનાના શટર ડાઉન થઇ જતા હજારો શ્રમિકો બેકાર બની ગયા છે.

આ કારખાનાઓ પુન:જીવિત થવાની હવે કોઇ સંભાવના નથી. સૌરાષ્ટ્રમાં આ પ્રકારે અંદાજે 1305 કારખાનાને તાળા લાગી જતાં અનેક કામદારો બેકાર થઇ ગયાં છે. રાજયમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય જાળવવાના હેતુ નવા શરૂ થતા કારખાના માટે કારખાનાની સલામત અને કારગરોનીી સુખાકારી જાળવવા માટેનું લાયસન્સ લેવું ફરજીયાત હોય છે, આ કચેરીનું રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર 12જિલ્લાની કચેરીઓનું વડુ મથક બહુમાળી ભવનમાં કાર્યરત છે.

કચેરીના સુત્રોએ સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસનો અંદાજ આપી આંકડાકિય વિગતો સામે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કારખાનાન સંખ્યા 3190 રાજકોટ જિલ્લામાં નોંધાયેલી છે. જયાં ઔદ્યોગક અકસ્માતોનું પ્રમાણ પણ વધતુ જાય છે. આર્થિક મંદીની વ્યાપક અસર જાણે દેશભરમાં ફરી વળી હોય રીતે રાજકોટમાં પણ નાના કારખાનાઓ ક્રમશ: બંધ થતા રહ્યાં છે. નાના કારખાનાઓને સરકારી મદદ કે પ્રોત્સાહન મળતું નહી હોવાને લીધે ધીમે - ધીમે બંધ થતા જાય છે. આ કારખાનાઓને ટેકનોલોજ અપગ્રેડેશનના લાભની તાતી જરૂર છે. રાજકોટની માફક મોરબીમાં 1726, જૂનાગઢમાં 641, સુરેન્દ્રનગરમાં 690 અને જામનગરમાં 704 ઇન્ડસ્ટ્રીઝ કારખાનાનું લાયસન્સ 

ધરાવે છે. પરંતુ કામદારોની સલામતીની બાબતોમાં કંગાળ સ્થિતિ હોવાને લીધે આ કારખાનાઓમાં અવાર નવાર અકસ્માતોથ સર્જાય છે. સ્ટાફના અભાવે પુરતુ ચેકંગ થતું નથી. કારખાના નિરીક્ષક કચેરના રેઢીયાળ તંત્ર સામે અનેક વખત ફરીયાદો ઉઠતી રહી હોવા છતાં કામદારોની સલામતીના મુદે કોઇ પ્રકારના અસહકારક પગલાં લેવામાં આવતા નથી.

આ પણ જુઓ : આ લોકોએ લીધી છે રાજકોટને સ્વચ્છ અને હરિયાળું બનાવવાની નેમ...

બીજી બાજુ હપ્તાખોરીનું દૂષણ ઉત્તરોતર વધતુ જાય છે. જેના કારણે કામદારોની સલામતી જોખમાતી રહી છે. કમનશીબે ડેપ્યુટી ડાયરેકટરની જગ્યા ચાર વર્ષથી ખાલી રહી છે. જે હમણાં ભરવામાં આવી છે. જોઇન્ટ ડાયરેકટરની પોસ્ટ પણ આ મહિને ખાલી થઇ જશે. આસીસ્ટન્ટ ડાયરેકટરની જગ્યા 1 ખાલી 1 ભરેલી છે. જયારે ઓફિસરની પાંચમાંથી 2 જગ્યા ખાલી છે. કચેરીના વિકાસ માટે રૂા. 30 લાખની નવી ગ્રાન્ટ મળી છે. પરંતુ ખાલી જગ્યાઓ ભરવામાં સરકારી તંત્રની ઉદાસીનતાનો પ્રશ્ર્ન દિન પ્રતિદિન ચિંતાજનક બની રહ્યો છે.

rajkot gujarat