અમદાવાદઃ પ્રદૂષણ અને ટ્રાફિક હળવો કરવા 1000 ઈલેક્ટ્રિક બસ દોડાવાશે

14 April, 2019 10:19 AM IST  |  અમદાવાદ

અમદાવાદઃ પ્રદૂષણ અને ટ્રાફિક હળવો કરવા 1000 ઈલેક્ટ્રિક બસ દોડાવાશે

અમદાવાદમાં દોડશે ઈલેક્ટ્રિક બસ

રાજકોટ બાદ અમદાવાદમાં પણ ઈલેક્ટ્રિક બસો દોડશે. આવતા 3 વર્ષમાં એક હજાર ઈલેક્ટ્રિક બસ દોડાવવામાં અમદાવાદ મહાનગરપાલિકાની યોજના છે. જેમાંથી 50 બસો માટે ઓર્ડર આપવામાં આવ્યો છે અને તે થોડા સમયમાં ડિલીવર પણ થઈ જશે. સાથે જ વધુ 300 બસ માટે ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.


પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યા નિવારવા પ્રયાસ
અમદાવાદની મુખ્ય બે સમસ્યાઓ છે ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યા. જેને નિવારવા માટે તંત્ર ઈલેક્ટ્રિક બસો દોડાવવાનું આયોજન કરી રહ્યું છે. ઈલેક્ટ્રિક બસોના કારણે પ્રદૂષણ પણ નહીં થાય સાથે ટ્રાફિકમાં પણ રાહત મળશે.

આ પણ વાંચોઃ રાજકોટવાસીઓ આનંદો, હવે ઈલેક્ટ્રિક બસમાં કરી શકાશે મુસાફરી

રાજકોટમાં પણ દોડશે ઈલેક્ટ્રિક બસો
રાજકોટમાં વધતા જતા પ્રદૂષણને નાથવા માટે હવે ઈલેક્ટ્રિક બસનો સહારો લેવાયો છે. રાજકોટવાસીઓને ટૂંક સમયમાં નવી નક્કોર લક્ઝરી બસમાં મુસાફરી કરવા મળશે. રાજકોટના પ્રશાસને BRTSના રૂટમાં આ ઈલેક્ટ્રિક બસ ચલાવવાનો નિર્ણય લીધો છે. બસ આજે રાજકોટ પહોંચી ચૂકી છે. જેને ટૂંક સયમમાં જ રોડ પર દોડતી કરવામાં આવશે.

ahmedabad gujarat