મોરબીમાં સિરામીક વેપારીની 3 વર્ષની દિકરીની લાશ મળી, હત્યાની શંકા

10 June, 2019 11:33 AM IST  |  મોરબી

મોરબીમાં સિરામીક વેપારીની 3 વર્ષની દિકરીની લાશ મળી, હત્યાની શંકા

પ્રતિકાત્મક તસ્વિર

સૌરાષ્ટ્રમાં હત્યા, રેપના કિસ્સાઓ વધી રહ્યા છે. તેને રોકવાના અનેક પ્રયાસો સરકાર કરી રહી છે ત્યારે મોરબીમાં વધુ એક હત્યાનો કેસ સામે આવ્યો છે. મળી રહેલી માહિતી પ્રમાણે મોરબીનાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઋષભ નગરના શિવાલય એપાર્ટમેન્ટમાં રહેતા દઢાણીયા પરિવારના ત્રણ વર્ષના બાળકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં બાળકનાં ગળાના ભાગે ઇજા પહોંચી હતી તેમજ મોઢામાંથી ફીણ નીકળી ગયા હતા. પરિવારે બાળકની હત્યા થયાની શંકા વ્યક્ત કરી હતી. આ અંગેની જાણ થતાં એસઓજી, એલસીબી અને બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો મેળવી પીએમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી.


3 વર્ષના બાળકની હત્યા પાછળ શું કારણ તે દિશામાં તપાસ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઋષભનગરના શિવાલય એપાર્ટમેન્ટમાં રહેતા અને સીરામીક ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા રાજેશભાઇ દઢાણીયાનાં ત્રણ વર્ષના પુત્ર નિત્ય રાજેશભાઇ દઢાણીયાની એપાર્ટમેન્ટમાં તેમના ફ્લેટ નંબર 304માંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. બનાવની જાણ ફ્લેટમાં રમતી તેની નાની બેનને થતા પરિવારજનોને જણાવ્યું હતું. બાદમાં મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરિવારે નિત્યની હત્યા થઇ હોવાની શંકા વ્યક્ત કરી. બનાવ અંગે એસઓજી, એલસીબી અને બી ડીવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પરિવારે બાળકની ફોરેન્સિક પીએમ કરવા માંગ કરી હતી. માત્ર 3 વર્ષના બાળકની હત્યા કરવા પાછળ શું કારણ હોય શકે તે અંગે અનેક તર્ક વિર્તક સર્જાયા છે.

gujarat