ભાનુશાળી હત્યા કેસ : છબીલ પટેલના 3 દિવસના રીમાન્ડ પુરા થતાં જેલ હવાલે

02 April, 2019 10:19 PM IST  |  ગાંધિધામ

ભાનુશાળી હત્યા કેસ : છબીલ પટેલના 3 દિવસના રીમાન્ડ પુરા થતાં જેલ હવાલે

છબીલ પટેલ (File Photo)

ભાજપના પુર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં મુખ્ય સુત્રધાર છબીલ પટેલના ત્રણ દિવસના રીમાન્ડ પુરા થઇ ગયા જતાં તેને જેલ મોકલી દેવામાં આવ્યો હતો. સયાજી નગરી એક્સપ્રેસમાં 8 જાન્યુઆરીના રોજ જયંતિ ભાનુશાલીની હત્યા બાદ ડીવાયએસપી પી.પી.પીરોજીયાની આગેવાનીમાં એસઆઇટીને આ કેસની તપાસ સોંપવામાં આવી હતી. જેમાં સીટની ટીમે શાર્પ શૂટરોને ઝડપી પાડ્યા હતા. આ હત્યામાં મુખ્ય સૂત્રધાર છબીલ પટેલ હોવાનું સત્તાવાર રીતે નામ બહાર આવ્યા બાદ તેના પુત્ર, વેવાઇને પણ આ કેસમાં દબોચી લીધા હતા. જોકે આખરે છબીલ પટેલે પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકાર્યા હતી.

રીમાન્ડ દરમ્યાન હજુ સુધી કોઇ મોટી વિગત બહાર આવી નથી
બાદ સીટની ટીમે બે વખત ભચાઉ કોર્ટમાં રજુ કરી 13 દિવસ સુધી રિમાન્ડ હેઠળ પુછપરછ કર્યા બાદ ગાંધીધામ બી-ડીવિઝન પોલીસે આ હત્યા કેસમાં ગાંધીધામના એક માત્ર સાક્ષી પવન કોરને નુકશાન પહોંચાડવા છબીલ પટેલે વિદેશ રહી કાઉન્સીલીંગ કર્યું હોવાનું અને તેને ધાક ધમકી આપી હોવાના કેસમાં ટ્રાન્સફર વોરંટ દ્વારા છબીલ પટેલનો કબજો મેળવી ગાંધીધામ કોર્ટમાં 10 દિવસના રીમાન્ડની માંગ સાથે રજુ કર્યો હતો જેમાં 3 દિવસના રીમાન્ડ મંજુર થયા હતા જે પુર્ણ થતાં છબીલ પટેલને જેલ હવાલે કરી દેવાયો છે.

આ પણ જુઓ : કચ્છના જોવા જેવા સ્થળો તમે આ વેકેશનમાં ચૂકી તો નથી જતાં ને??

કાવતરામાં મારો હાથ નથી : છબીલ પટેલ
છબીલ પટેલના ત્રણ દિવસના રીમાન્ડ દરમ્યાન ભાનુશાલીની હત્યા કેસમાં બી ડિવીઝન પોલીસે આકરી પુછપરછ કરી હતી. પરંતુ તેણે સતત આ કાવતરામાં મારો હાથ ન હોવાનું રટણ કર્યાનું પોલીસે જણાવ્યું. પણ આ હત્યાના એક માત્ર સાક્ષી પવન મોર જે હત્યા સમયે જયંતિ ભાનુશાલી સાથે હતો તેને નુકશાન પહો઼ચાડવા છબીલ પટેલે વિદેશમાં રહી તેમના વેવાઇ, પાર્ટનરના પુત્ર અને ભત્રીજા સાથે વીડિયો કોલ કરી કાઉન્સીલીંગ કર્યું હોવાની ઘટનામાં અેસઓજી અને એલસીબીએ ત્રણેની ધરપકડ કરી લીધી છે.

gujarat kutch Crime News