હજારો કચ્છી મહિલાઓ આવી સિંદૂરી સાડી પહેરીને

27 May, 2025 09:29 AM IST  |  Bhuj | Gujarati Mid-day Correspondent

ભુજમાં યોજાયેલી સભામાં સિંદૂરને લઈને ઘણું બધું સામ્ય જોવા મળ્યું હતું. વીરાંગનાઓએ સિંદૂરનો છોડ આપ્યો તો મહિલાઓ સિંદૂરી કલરની સાડી પહેરી

ભુજમાં સિંદૂરી સાડી પહેરીને આવેલી મહિલાઓ ગરબે ઘૂમી હતી.

ઑપરેશન સિંદૂરની સફળતા બાદ પહેલી વાર કચ્છની મુલાકાતે આવેલા નરેન્દ્ર મોદીની ભુજમાં યોજાયેલી સભામાં હજારો મહિલાઓ સિંદૂરી સાડી પહેરીને આવી હતી. મહિલાઓ એકસરખા કલર અને ડિઝાઇનની સાડી પહેરીને આવતાં સભા મંડપમાં એક અલગ નઝારો સર્જાયો હતો. 

ભુજમાં યોજાયેલી સભામાં સિંદૂરને લઈને ઘણું બધું સામ્ય જોવા મળ્યું હતું. વીરાંગનાઓએ સિંદૂરનો છોડ આપ્યો તો મહિલાઓ સિંદૂરી કલરની સાડી પહેરી આવી તેમ જ માથામાં સિંદૂર પૂરીને આવી હતી. હાથમાં તિરંગા સાથે ભારત માતાનો જયઘોષ કરી રહી હતી. આ ઉપરાંત સ્ટેજ પરથી કલાકારોએ દેશભક્તિનાં ગીતો સહિત ગરબાની રમઝટ બોલાવી હતી એમાં આ મહિલાઓ હાથમાં તિરંગા લઈને ગરબે ઘૂમી હતી.

અખંડ સૌભાગ્યની કામના સાથે વટવૃક્ષની પૂજા

ગઈ કાલે પરિણીત સ્ત્રીઓએ પતિની લાંબી આયુની કામના સાથે વટસાવિત્રી વ્રત કર્યું હતું અને વટવૃક્ષને ફરતે સૂતરનો તાંતણો બાંધ્યો હતો. ગઈ કાલે સોમવતી અમાવસ્યા પણ હતી જેને કારણે આ દિવસે કરેલું સૌભાગ્યવતીનું વ્રત વિશેષ ફળદાયી ગણાય છે. 

operation sindoor narendra modi bhuj kutch gujarat news gujarat news