સિલિકોન વેલી છોડીને જૈવિક ખેતી કરી રહ્યું છે આ ગુજરાતી કપલ

29 July, 2019 08:45 AM IST  |  અમદાવાદ

સિલિકોન વેલી છોડીને જૈવિક ખેતી કરી રહ્યું છે આ ગુજરાતી કપલ

સિલિકોન વેલી છોડીને જૈવિક ખેતી કરી રહ્યું છે આ ગુજરાતી કપલ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે પર્યાવરણનું સંરક્ષણ પણ કોઈનું સપનું હોઈ શકે છે. આવી મિસાલ ગુજરાતના એક કપલે રજૂ કરી છે. પર્યાવરણ સંરક્ષણ માટે પોત પોતાની સિલિકૉલ વેલી અને પોતાની નોકરી છોડી કપલ હાલ ગુજરાતમાં ઑર્ગેનિક ખેતી કરી રહ્યા.

કપલ નડિયાદની પાસે આવેલા ફાર્મમાં ખેતી કરી રહ્યું છે. 10 એકરમાં ફેલાયેલા આ ફાર્મમાં અનેક પ્રકારના પાકો ઉગાડવામાં આવી રહ્યા છે. અહીં ઑર્ગેનિક રીતેથી ઘઉં, કેળા, બટેટા અને જાંબુનું ઉત્પાદન કરવાંમાં આવી રહ્યું છે.

પોતાની ટેક જૉબ છોડીને અમેરિકામાં રહેતા આ ગુજરાતી મૂળના કપલે ખેતીમાં કરિયર બનાવવાનો નિર્ણય કર્યો.  આ માટે તેમણે ફાર્મકલ્ચરમાં દોઢ મહિના લાંબો ઓર્ગેનિક ખેતીનો કોર્સ કર્યા. જૈવિક ફળો અને શાકભાજીની સાથે બંને પતિ પત્ની ઑર્ગેનિક કેળાની ચિપ્સનું પણ ઉત્પાદન કરી રહ્યા છે. જેના માટે જૈવિક તેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

વિવેદ શાહ કહે છે કે, અમે અમારા ખેતરમાં બાજરો, ઘઉં, બટેટા, કેળા, પપૈયું, જાંબુ, ધાણિયા અને રીંગણા જેવા પાક ઉગાડે છે. અમે અમારા ખેતમાં તળાવો પણ બનાવ્યા છે અને પાણીના સાફ કરતા ખાસ પ્રકારના છોડ પણ ઉગાડ્યા છે. તેમના પાકની સિંચાઈ સાફ પાણીથી થાય છે.

ખેતરમાં 20 હજાર લીટરથી વધુ ક્ષમતા ધરાવતો રેનવૉટર હાર્વેસ્ટિંગ પ્લાંટ પણ લગાવવામાં આવ્યો છે. વિવેકે કહ્યું કે જ્યારે તે આખો ભરાઈ જાય, ત્યારે અમે તેનાથી 3 વર્ષ સુધી પાણી આપી શકીએ છે.

વૃંદા શાહે આ મામલે જણાવ્યું કે, કીટોનો ખેતી પર હુમલો સૌથી મોટો પડકાર છે. જેના માટે અમે ઈંટરક્રોપિંગ અને મલ્ટી ક્રોપિંગ જેવી ટેકનિક અપાનાવી છે. અમે તુલસી અને લેમનગ્રાસ પણ ઉગાડીએ છે. ખેતરમાંથી નીકળતા કચરાનો આ દંપતિ ખાતર બનાવવા માટે ઉપયોગ કરે છે.

આ પણ જુઓઃ Sharma Vibhoutee: દયાબેનના રોલ માટે જેની થઈ હતી ચર્ચા, તેની આવી છે અદા

શાહ દંપતિ હવે સંપૂર્ણ રીત પ્રાકૃતિક ઉત્પાદન જેવા કે, માટી, ગાયનું ગોબર અને પથ્થરથી ઘર બનાવવાની યોજના બનાવી રહ્યું છે. જેના માટે તળાવ ખોદ્યા બાદ કાઢવામાં આવેલી માટીનો ઉપયોગ કરશે.

gujarat hatke news