અમદાવાદના આ રિક્શાવાળાએ 115 વખત કર્યો છે ટ્રાફિકના નિયમોનો ભંગ

22 July, 2019 02:04 PM IST  |  અમદાવાદ

અમદાવાદના આ રિક્શાવાળાએ 115 વખત કર્યો છે ટ્રાફિકના નિયમોનો ભંગ

તસવીર સૌજન્યઃ અમદાવાદ મિરર

પ્રદીપ શ્રીમાળી નામના અમદાવાદના રીક્શા ડ્રાઈવરે 115 વાર ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો છે. અને તેણે હજી સુધી 32, 500 રૂપિયાનો દંડ નથી ભર્યો. છતા પણ તે હજુ રીક્શા ચલાવી રહ્યો છે. આ વ્યક્તિ જેટલા મેમો તો અમદાવાદમાં હજી સુધી કોઈને નહીં મળ્યા હોય. તેના નામે ટ્રાફિકના નિયમો 115 વાર ભંગ થયેલા બોલે છે. છેલ્લે તેણે શુક્રવારે રેડ સિગ્નલ હોવા થતા તે તોડ્યું હતું. અને તે આવું કરતો સીસીટીવીમાં કેદ થયો હતો.

એક તરફ જ્યારે અમદાવાદીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થયા છે ત્યાં બીજી તરફ આવા લોકો વારંવાર તેનો ભંગ કરે છે. જાન્યુઆરીથી ઈ-ચલાનની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે. જો કે પ્રદીપ જેવા લોકો સુધરતા નથી.

પ્રદીપને મળેલા 115 ઈ-મેમોના દંડની રકમ 38, 300 જેવી થવા જાઈ છે. જેમાંથી તેણે 5, 800 રૂપિયા ભર્યા છે. જ્યારે 99 મેમોના 32, 500 રૂપિયા તો ભર્યા પણ નથી. પાલડી અને વાડજ વચ્ચે પ્રદીપ ફેરા કરે છે અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે.

115 મેમોમાંથી પ્રદીપને 102 મેમો તો તેને રેડ સિગ્નલ ક્રોસ કરવા માટે મળ્યા છે. જ્યારે 4 મેમો સ્ટોપ લાઈન જમ્પ કરવા માટે મળ્યા છે. 4 મેમો તેને ડ્રાઈવરની સીટ પર મુસાફરો બેસાડવા માટે મળ્યા છે. જ્યારે નો પાર્કિંગમાં પાર્ક કરવા માટે તેને 5 મેમો મળ્યા છે.

પ્રદીપે 2016માં રીક્શા ખરીદી હતી. ત્યારથી તે રોજ સવારે 7 વાગ્યેથી સાંજના 5 વાગ્યા સુધી રિક્શા ચલાવે છે. અમદાવાદ મિરર સાથેની વાતચીતમાં તેણે કહયું કે, તે હંમેશા સ્ટોપ લાઈન પહેલા ઉભો રહી જાય છે. તે ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે. તેણે એમ પણ સ્વીકાર્યું કે તે ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે, પરંતુ તે ફરી એવું નહી કરે. પ્રદીપે કહ્યું કે જ્યારે તેની પાસે પૈસા આવશે ત્યારે તે દંડ ભરી દેશે.

આ મામલે ટ્રાફિક ACP આકાશ પટેલે અમદાવાદ મિરર સાથે વાત કરતા કહ્યું કે, "હાલ અમદાવાદ પૂર્વમાં એક અને પશ્ચિમમાં એક ટીમ ઈ-ચલાનની રીકવરી કરવા માટે કામ કરી રહી છે. અમે જેમને આદત પડી ગઈ છે તેવા લોકોને પકડવા માટે પણ ખાસ ટીમની રચના કરીશું."

આ પણ જુઓઃ વૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ

અમદાવાદ પોલીસ કમિશ્નર એ કે સિંહે કહ્યું કે, તેમનો વિભાગ ઈ-ચલાન કોઈ ન ભરે તો તેના માટે ખાસ નિયમો બનાવી રહી છે. અમે એવો પર પ્રયાસ કરીએ છે કે સ્થળ પર જ તેમને મેમો મળે ત્યારે દંડની રકમ ઉઘરાવી લઈએ. જેમને મેમોની કોપી જોઈતી હશે તેમણે વધારાના પૈસા ભરવા પડશે.