સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડો તોડ્યો

08 December, 2019 08:41 PM IST  |  Narmada

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડો તોડ્યો

સ્ટેચ્યુ ઓફ યુનિટી

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને નિહાળવા આવતા પ્રવાસીઓ કરતાં દોઢ ગણી સંખ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટીની નોંધાઈ ગઇ છે. ગુજરાત સરકારે રજૂ કરેલાં આંકડા મુજબ સરદાર પટેલની પ્રતિમા જોવા રોજના 15,036 લોકો આવે છે. જ્યારે અમેરિકાની સ્વતંત્રતાની દેવીની પ્રતિમા જોવા રોજના 10 હજાર લોકો આવતા હોવાનો અંદાજ છે. નવેમ્બરના પ્રારંભમાં જ ગત વર્ષ કરતાં 74 ટકા મુલાકાતીઓ વધ્યા છે. શનિ-રવિની રજામાં મુલાકાતીઓનો ધસારો 25 હજારે પહોંચે છે. વિઝિટર્સ ફી દ્વારા સરકારને અત્યાર સુધી રૂપિયા 85 કરોડની આવક પણ થઇ છે.

1
વર્ષમાં 29.94 લાખ પ્રવાસીઓ નોંધાયા અને 88.49 કરોડની ટ્રસ્ટને આવક થઇ
નર્મદા જિલ્લાને વિશ્વ ફલક પર દર્શાવનાર વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની ભીડ જામી રહી છે. સ્ટેચ્યુ પર પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. 31 ઓક્ટોબર 2018માં લોકાર્પણ થયેલ આ સ્ટેચ્યુ પર એક વર્ષમાં 29,94,767 પ્રવાસીઓ નોંધાયા છે. જયારે તેઓએ સ્ટેચ્યુ જોવાની ફી દ્વારા 88,49,14,198 રૂપિયાની આવક સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને થઇ છે, પહેલા જ વર્ષમાં આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને આટલી મોટી આવક થઇ કે, દેશની તમામ વર્ષો જૂની પ્રસિદ્ધ સ્મારકોને પાછળ પાડી દીધી છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

સ્ટેચ્યુ ઓફ યુનીટીએ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડ્યો
વિશ્વની બીજી અજાયબી અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને પાછળ પડી પ્રવાસીઓમાં સૌથી આગળ નીકળી ગઈ છે.રાજ્ય સરકાર નર્મદા નિગમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે, નવેમ્બર ડિસેમ્બરમાં પ્રવાસીઓનો ગ્રાફ વધ્યો અને રોજની 15,000થી વધુ પ્રવાસીઓ નોંધાઈ રહ્યા છે.જયારે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની લિમિટ 10 હજારની છે, આમ સ્ટેચ્યુ વિશ્વની તમામઅજાયબીઓને પાછળ પાડી દેશે અને આગામી દિવસો માં સ્ટેચ્યુ કરતા પણ ઉંચી પ્રતિમા બનશે તો પણ પ્રવાસીઓ ની સંખ્યા અને આવકમાં કોઈ પાછળ પાડી શકે નહિ.

statue of unity