શું થયું જ્યારે વિદેશઓએ ટેસ્ટ કર્યું ગુજરાતી ફૂડ? જાણો અહીં

20 May, 2019 06:54 PM IST  |  અમદાવાદ

શું થયું જ્યારે વિદેશઓએ ટેસ્ટ કર્યું ગુજરાતી ફૂડ? જાણો અહીં

જ્યારે વિદેશીઓએ ટ્રાય કરી ગુજરાતી થાળી..

ગુજરાતી થાળી..નામ પડતા જ આવે એક એવી થાળી જેમાં હોય મીઠાઈ, ફરસાણ, દાળ, ભાત, શાક, રોટલી, સલાડ, પાપડ, છાશ...તીખો, ચટપટો, મીઠો, ખાટો..આ તમામ સ્વાદ હોય આ થાળીમાં..ગુજરાતીઓને તો આ થાળીમાં સ્વર્ગ દેખાય છે પણ જ્યારે આ થાળી કોઈ વિદેશી ચાખે ત્યારે શું થાય છે, જુઓ અહીં..
જ્યારે વિદેશીઓ જમી કાઠિયાવાડી થાળી..
સૅમ...આ ભાઈએ અમદાવાદમાં પોતાની ફ્રેન્ડ સાથે મળીને કાઠિયાવાડી ફૂડ ટ્રાય કર્યું. તેમના એક્સપ્રેશન જોવા જેવા હતા. કાઠિયાવાડી ફૂડ આ ભાઈને એટલું ભાવ્યું કે તેમણે ગુજરાતી ફૂડને બેસ્ટ ફૂડ ઑફ ઈન્ડિયા ગણાવ્યું. સાંભળો તમે પણ તેનો રીવ્યૂ..

વડોદરાના દીવાના છે આ ભાઈ...
કાર્લ રૉક, આ ભાઈ દેશના અલગ અલગ વિસ્તારમાં ફરે છે અને તેનું સ્ટ્રીટ ફૂડ ટેસ્ટ કરે છે. અને તેમનું ફેવરિટ ડેસ્ટિનેશન છે વડોદરા અને ખાસ કરીને વડોદરા. વડોદરામાં તેમણે સેવ ઉસળ, સેવ કચોરી, સેન્ડવીચ, દાબેલી અને શ્રીખંડ સહિતની વસ્તુઓ ટ્રાય કરી અને તેના દીવાના થઈ ગયા..જુઓ કાર્લભાઈને કેવો લાગ્યો વડોદરાના સ્ટ્રીટ ફૂડનો ચટકો

અમદાવાદની ગુજરાતી થાળી આ ભાઈને ભાવી કે નહીં!...
Harald Baldr..હેરાલ્ડે પણ અમદાવાદમાં ગુજરાતી થાળી ટ્રાય કરી. નૉર્મલી કોઈ વિદેશી આવે ગુજરાતમાં ત્યારે પોતાના કોઈ મિત્રને સાથે રાખે છે. પણ આ ભાઈ તો એકલા જ નીકળી પડે છે અને ભાંગી તૂટી ભાષામાં વાત કરે છે. રોટલી, શાક, દાળ, ભાત આ ભાઈને કેવા લાગ્યા,જાણો અહીં..

માણેક ચોકમાં વિદેશીનો અનુભવ...
હેરાલ્ડ ભાઈ અમદાવાદના માણેક ચોક પણ પહોંચ્યા અને ત્યાંનું સ્ટ્રીટ ફૂડ પણ ટ્રાય કર્યું. જો કે આ ભાઈને ત્યાં એક ખરાબ અનુભવ પણ થયો. જુઓ શું થયું હેરાલ્ડ ભાઈ સાથે અને કેવો રહ્યો તેમનો અનુભવ અહીં..

આ પણ વાંચોઃ તમને ખબર છે ગુજરાતી થાળીમાં શું પીરસવામાં આવે છે?

અહીં અમેરિકનોએ ટ્રાય કરી ગુજરાતી+રાજસ્થાની થાળી...
શું થયું જ્યારે અમેરિકનોએ ટ્રાય કરી ગુજરાતી+રાજસ્થાની થાળી? ઉદયપુરના એક ડાઈનિંગ હોલમાં ટ્રિના અને પિયરે પહોંચ્યા. ત્યાં તેમને જે થાળી પીરસવામાં આવી તે હતી ગુજરાતી અને રાજસ્થાનીનું કોમ્બિનેશન. કેવા રહ્યા તેમના રીએક્શન..જુઓ

gujarat Gujarati food