1 જુલાઇથી અમદાવાદથી ઉપડતી 42 ટ્રેનોના સમય બદલાયા

27 June, 2019 11:58 PM IST  |  Ahmedabad

1 જુલાઇથી અમદાવાદથી ઉપડતી 42 ટ્રેનોના સમય બદલાયા

અમદાવાદ રેલવે સ્ટેશન

Ahmedabad : અમદાવાદ વેસ્ટર્ન રેલવે ડિવિઝન પર પહેલી જુલાઇથી 42 જેટલી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 27 ટ્રેનો તેના વર્તમાન સમયથી વહેલી ઉપડશે જયારે 15 ટ્રેનો તેના હાલના નિર્ધારીત સમય કરતા મોડી ઉપડશે. અમદાવાદથી ચેન્નાઇ એક્સપ્રેસ 15 મિનિટ અને કામખ્યા એક્સપ્રેસ 20 મિનિટ વહેલી રવાના થશે જ્યારે અમદાવાદ-પટણા 10 મિનિટ અને અમદાવાદથી રવાના થતી પુણે,વારાણસી, સાબરમતિ, જનસાધારણ, કોલ્હાપુર સહિતની ટ્રેનો અમદાવાદથી પાંચ મિનિટ વહેલી રવાના થશે.

જયપુર-અમદાવાદ
1.15 કલાક વહેલી અમદાવાદ આવશે જ્યારે ગોરખપુર-અમદાવાદ પાલનપુરમાં એક કલાક વહેલી પહોંચશે. અમદાવાદ-ઇલાહાબાદ 55 મિનિટ અને અમદાવાદ-નાગપુર, સંપર્કક્રાંન્તિ એક્સપ્રેસ અમદાવાદથી 15 મિનિટ મોડી રવાના થશે જ્યારે અમદાવાદ-ઓખા 5 થી 10 મિનિટ મોડી ઉપડશે ઉપરાંત અમદાવાદ ડિવિઝન પર દોડનારી 18 ટ્રેનોની ગતી વધારવામાં આવી છે જ્યારે 10 ટ્રેનોની ગતિ ધીમી થઇ છે. નવા ટાઇમ મુજબ 16 ટ્રેનોમાં યાત્રા કરનાર પ્રવાસીઓની 5 થી 1:15 કલાકની બચત થઇ છે.

ahmedabad gujarat western railway