અમદાવાદ એરપોર્ટ પર વાનરોનો આતંક, મુખ્યમંત્રી પણ થયા મજબૂર

03 April, 2019 02:16 PM IST  |  અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પર વાનરોનો આતંક, મુખ્યમંત્રી પણ થયા મજબૂર

અમદાવાદ એરપોર્ટ પર વાનરરાજ!

વાનરો શું કરી શકે તે અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યું. એરપોર્ટ પર વાનરો એવી રીતે અડ્ડો જમાવીને બેસી ગયા કે ખુદ રાજ્યના મુખ્યમંત્રી પણ ફ્લાઈટ ન લઈ શક્યા અને તેમણે પોતાના ચાર્ટર્ડ પ્લેનથી રાજકોટ રવાના થવું પડ્યું. આ વાનરોના કારણે બે ફ્લાઈટ ડાઈવર્ટ કરવી પડી અને અન્ય 16 ફ્લાઈટનું ટાઈમટેબલ છિન્ન-ભિન્ન થઈ ગયા. ચાર ફ્લાઈટ તો એક કલાક સુધી ત્યાં જ ઉડતી રહી, ત્યાં જ બે ફ્લાઈટ ડાઈવર્ટ થતા અનેક યાત્રિકો પરેશાન થયા.

અમદાવાદના ડૉમેસ્ટિક એરપોર્ટ પર સવારે ફ્લાઈટ્સની અવરજવર વધારે રહે છે. અહીં સવારે આઠ વાગ્યે રન વે પર લગભગ 25 વાનરોનું ટોળું આવી ચડચા અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલરે ચાર ફ્લાઈટના પાયલટને હાલતની જાણકારી આપી અને લેન્ડિંગની અનુમતિ ન આપી. આના કારણે ઈંડિગોની ચાર ફ્લાઈટે હવામાં જ ચક્કર લગાવવા પડ્યા.

આ પ્રકારે મુંબઈની 8.40 અને 8.50ની ફ્લાઈટને વડોદરા ડાઈવર્ટ કરવી પડી. ત્યાં જ 16થી વધુ ફ્લાઈ્સનું શેડ્યૂલ ખોરવાઈ ગયું. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ચાર્ટર્ડ પ્લેનથી રાજકોટ જવું પડ્યું. અને તેમને એક કલાક મોડું થયું. આ વાનરોએ એરપોર્ટ ઑથોરિટીની ઊંઘ હરામ કરી દીધી હતી.

ahmedabad gujarat Vijay Rupani