બોર્ડની પરીક્ષાના પેપર નહીં થાય ચેક, જાણો કારણ

08 March, 2019 02:51 PM IST  |  ગાંધીનગર

બોર્ડની પરીક્ષાના પેપર નહીં થાય ચેક, જાણો કારણ

બોર્ડની પરીક્ષાના પેપર નહીં થાય ચેક!

ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું છે કે જો ચૂંટણી પહેલા તેમની માંગણીઓ પુરી નહીં કરવામાં આવે તો તેઓ બોર્ડના પેપર ચેક નહીં કરે.

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘે આ પત્ર લખ્યો છે. જેમાં 40 હજાર શિક્ષકોનો સમાવેશ થાય છે. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 1999થી સીનિયોરિટીનો તેમનો પ્રશ્ન ઉકેલાયો નથી, સહાયક શિક્ષકોનો પે સ્કેલ વધારવાની અને શિક્ષકોને કાયમી કરવા માટેની માંગણી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં આજથી શરૂ થઈ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા

જો સરકાર આચાર સંહિતા લાગૂ થશે તે પહેલા કોઈ નિર્ણય નહીં લે તો તેઓ બોર્ડના પેપર ચેક નહીં કરે. અને જેના કારણે 18 લાખથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડશે.

gujarat Vijay Rupani Nitin Patel