વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળા અંગે ગુજરાત સરકારે લીધો આવો નિર્ણય

31 July, 2021 04:31 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતનો વિશ્વ પ્રસિદ્ધ લોકમેળો `તરણેતરનો મેળો` રદ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાનો વિશ્વ પ્રસિદ્ધ લોકમેળો સતત બીજા વર્ષે કોરોનાને લીધે બંધ રહેશે.

પ્રતીકાત્મક તસવીર

કોરોનાને કારણે ગત વર્ષથી મોટા ભાગના આયજનો રદ થઈ રહ્યાં છે. ત્યારે હવે ગુજરાતનો વિશ્વ પ્રસિદ્ધ લોકમેળો `તરણેતરનો મેળો` રદ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાનો વિશ્વ પ્રસિદ્ધ લોકમેળો સતત બીજા વર્ષે કોરોનાને લીધે બંધ રહેશે. થાન તાલુકાનો ભાતીગળ લોકમેળો ચાલુ વર્ષે કોરોનાની ત્રીજી લહેરની દહેશતને લીધે તંત્ર દ્વારા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

તરણેતરનો મેળો આ વર્ષે પણ બંધ રાખવામાં આવ્યો છે. જો કે, મંદિરમાં પરંપરાગત ધ્વજારોહણ, પૂજા-અર્ચના સહિતના ધાર્મિક કાર્યક્રમો મર્યાદિત લોકોની હાજરીમાં ચાલુ રહેશે. લોકમેળો બંધ રાખવાના નિર્ણયને લીધે મેળામાં આવતા હજારો લોકોને આ વર્ષે પણ નિરાશ થવાનો વારો આવ્યો છે. ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી, ભીડ એકઠી ન થાય તે માટે સુરેનદ્રનગર જીલ્લાના લોકમેળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત રાજ્યના તમામ જીલ્લામાં જન્માષ્ટમી પર્વ યોજાતા લોક મેળાઓ સતત ત્રીજા વર્ષે પણ બંધ રહેશે કોરોના મહામારીને કારણે 2019થી લોકમેળાઓ બંધ રાખવામાં આવી રહ્યા છે સંભવીત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને અને કોરોનાની વર્તમાન પરિસ્થીતીમાં ઘટેલુ સંક્રમણ ન વધે તે માટે સતત ત્રીજા વર્ષે એટલે કે, આ વર્ષે પણ લોકમેળાઓ ન યોજવાનો નિર્ણય લેવાયો છે.

આ સાથે જ શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક જગ્યાઓ ઉપર પણ લોકમેળા યોજાતા હતા તેને પણ રદ કરવામાં આવ્યાં છે. ધ્રાંગધ્રાનો લોકમેળો પણ માણવા લાયક હોય છે પરંતુ આ વર્ષે આ એકપણ લોકમેળાઓ યોજાશે નહી.  લોકમેળાઓનો આનંદ તો નહી માણી શકે લોકો પરંતુ તરણેતરના મેળાનો લાભ પણ આ વર્ષે લોકોને મળશે નહીં. 

ગત વર્ષે પણ કોરોનાને કારણે તરણેતરના મેળાનું આયોજન નહોતુ કરવામાં આવ્યું. આ વર્ષે પણ તરણેતરનો મેળો નહીં  યોજાય. જોકે કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસો ઘટ્યા છે, પરંતુ ત્રીજી લહરેની પણ આશંકા તો છે જ. જેને ધ્યાને સાવચેતીના પગલા રૂપે સરકારે તરણેતરનો મેળો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 


 

 

gujarat gujarati mid-day