તાલાળામાં નહીં થાય પેટાચૂંટણી, ભગવાન બારડને 'સુપ્રીમ' રાહત

01 April, 2019 02:46 PM IST  |  નવી દિલ્હી

તાલાળામાં નહીં થાય પેટાચૂંટણી, ભગવાન બારડને 'સુપ્રીમ' રાહત

ભગવાન બારડને મળી રાહત

તાલાળા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડને રાહત મળે છે.  ખનીજ ચોરીના એક કથિત મામલામાં ભગવાન બારડને સુત્રાપાડા કોર્ટ બે વર્ષ 9 મહિનાની સજા ફટકારી હતી. જે બાદ તેમને વિધાનસભાના અધ્યક્ષે ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કર્યા હતા.

ભગવાન બારડના સસ્પેશન બાદ ચૂંટણી પંચે તાલાળામાં પેટા ચૂંટણીની જાહેરાત કરી હતી અને ભાજપે જશા બારડને ઉમેદવાર જાહેર કર્યા હતા. જો કે ભગવાન બારડ આ પેટા ચૂંટણી સામે હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. અને પેટાચૂંટણી રદ કરવાની માંગ કરી હતી. જો કે તેમની માંગણીને સુપ્રીમ કોર્ટે ફગાવી હતી. ત્યાર બાદ ભગવાના બારડે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જ્યાંથી તેમને રાહત મળી છે.

આ પણ વાંચોઃ ભગવાન ભારડના સસ્પેન્સન પર કોંગ્રેસનું ધરણા પ્રદર્શન

ભગવાન બારડે સુત્રાપાડા કોર્ટે ફટકારેલી સજા સામે વેરાવળ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. સેશન્સ કોર્ટે સુત્રાપાડા કોર્ટની સજાના અમલ પર સ્ટે આપ્યો હતો. જ્યારે હાઈકોર્ટે વેરાવળ સેશન્સ કોર્ટે સજાના અમલ પર મુકેલા સ્ટેને રદ કરી કેસ ફરી ચલાવવા આદેશ આપ્યો હતો. 

gujarat Gujarat BJP Gujarat Congress