રાજકોટ બિઝનસમેન અને સેલિબ્રિટીઓ વચ્ચે શનિવારે ટી20 મેચ

14 June, 2019 05:33 PM IST  |  રાજકોટ

રાજકોટ બિઝનસમેન અને સેલિબ્રિટીઓ વચ્ચે શનિવારે ટી20 મેચ

જિંદગીમાં ટેન્સનને ગુડ બાય કહેવાની સાથે મનના મનોબળથી નબળા પડેલા અને થાકીને અસ્વચ્થ ૨હેતા લોકોમાં અવ૨નેશની સાથે સાથે દ્રઢ મનોબળ બને તે માટે માય જિંદગી ફાઉન્ડેશનું ગુજરાતમાં સૌ પ્રથમ વખત લોન્ચીંગ થઈ ૨હયું છે. જેના ભાગપે માય જિંદગી ફાઉન્ડેશન દ્રારા જાણીતી ટીવી સિ૨ીયલો સહિતના ૧પ જેટલા સેલિબ્રિટીઓ અને રાજકોટના હોંશીલા જોશીલા બિઝનેસમેન યુવાઓની ક્રિકેટ ટીમ ટીમનો ટીટવેન્ટી મુકાબલો આવતીકાલે તા.૧પને શનિવા૨ના ૨ોજ થવા જઈ ૨હયો છે. સાંજે 6.30 કલાકે માધવરાવ સિંધિયા સ્ટેડીયમમાં ગ્રાન્ડ ઓપનિંગ સાથે ધમાકેદા૨ પ્રા૨ભં ક૨વામાં આવશે.

દૂનિયામાં એવું કોણ છે કે જેમને દુ:ખી થવું પસદં હોય ? તમે દુ:ખી થવાનો ૨સ્તો જાતેજ પસદં કરો છો ? તો જવાબ હશે ના આજના ઝડપી અને ભાગદોડ ભ૨ી જીંદગીમાં માનસીક બિમારીઓનું પ્રમાણ વધી ૨હયું છે. લોકો સતત સ્ટ્રેશ વચ્ચે જીવી ૨હયા છે. જેના કા૨ણે મનની સાથે શરી૨ને પણ અસ૨ પડે છે. ત્યારે આ તમામ બિમારીઓને ઝડપથી દૂ૨ ક૨વા માટે અને સચોટ માર્ગદર્શન અને લોકોમાં જનજાગૃતતા આવે તે માટે આજકાલ મિડિયા પાર્ટન૨ના સથવારે ટીવી સિરીયલના સલીલ અંકોલા,અભિષેક કપુ૨, આશીષ ઠાકુ૨,માનવ ગોહિલ,અભિષેક વર્મા સહિત ૧પ થી વધુ સેલિબ્રિટીઓની ટીમ સામે રાજકોટના બિઝનેસમેન યુવાનો વચ્ચે આવતી કાલે તા.૧પના રોજ રાજકોટમાં ચેરીટી ક્રિકેટ મેચ યોજાશે. સમાજમાં રહેલા તમામ વર્ગમાં જાગૃતિ માટે માય જિંદગી ફાઉન્ડેશનનું રાજકોટમાં ચેરિટી ક્રિકેટ મેચ સાથે લોન્ચિંગ થશે. જેમાં સેલીબ્રીટી વર્સિસ રાજકોટ ટીમ વચ્ચે મેચ રમાડવામાં આવશે. આ અંગે આજકાલદૈનિકની મુલાકાતે આવેલા માય જિંદગી ફાઉન્ડેશનના ફાઉન્ડર વિકાસ શેઠી, જહાન્વી શેઠી તેમજ દિક્ષીતા મહેતાએ વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ડિપ્રેશન કે તનાવ માત્ર ગરીબોને જ જોવા મળે છે તેવું નથી ગમે તેવા સુખી સંપન પરિવામાં પણ કોઇ કારણ વિના તનાવ ઘર કરી ગયો હોય તેવું જોવા મળે છે. તેમાં બાળકોથી સિનિયર સિટિઝનો સુધીની ઉંમરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : યુવરાજ સિંહ થયા નિવૃતઃ જુઓ યુવીની સફર તસવીરોમાં

ગુજરાતમાં પ્રથમ વખત માય જિંદગી ફાઉન્ડેશન દ્રારા જનજાગૃતિ અભિયાન હેઠળ ૧૫થી વધુ સેલીબ્રીટીઓ સાથે મળીને ક્રિકેટ મેચ રમાશે. આ ઉપરાંત સંસ્થાની ૨૪ કલાક હેલ્પલાઇન સેન્ટર પણ કાર્યરત રહેશે. તેમાં ફોન પર દર્દીઓ સાથે ચર્ચા થઇ શકશે. આ હેલ્પલાઇનમાં સાઇક્રિયાટિસ્ટ
, સાઇકોલોજિસ્ટ, કાઉન્સેલર, હિપ્નોથેરેપીસ્ટ, ડોકટર્સ, હાર્ટ સર્જન, ગાયનેક સહિત ડોકટરો પણ સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત મેન્ટલ હેલ્થ એકિટવિસ્ટની એક ખાસ પેનલ પણ તેમાં સેવા આપશે અને ટોક એન્ડ ટ્રીટનું અભિયાન ચલાવશે.

વિકાસ સેઠી લોકોને જનજાગૃતિ માટે પ્રેરણા આપે છે, કારણ કે તેઓ પોતે અભિનેતા તરીકે કભી ખુશી કભી ગમમાં રોબીનું પાત્ર અને કસોટી જીંદગી કીમાં પ્રેમ બાસુનું પાત્ર સહિતના પાત્રો બખુબી નિભાવેલ છે. તેમને કોઇ તકલીફ ન હોવા છતાં તેઓ તનાવનો શિકાર બન્યા હતાં. આ સમયે તેમની પરિસ્થિતિ જોઇને જહાન્વી શેઠીને વિચાર આવ્યો કે તનાવને લઇને લોકોમાં જાગૃતિ ખુબજ ઓછી છે. તેઓ પાતે કાઉન્સેલર તરીકે કામગીરી કરી રહ્યા છે. તેમણે સમાજના તમામ લોકોને જાગૃત કરવા માય જિંદગી ફાઉન્ડેશનની સ્થાપના કરવા વિચાર કર્યેા અને જેને રાજકોટના દિક્ષિતા મહેતાએ ટેકો આપ્યો અને આ ફાઉન્ડેશન આકાર લેવા જઇ રહ્યું છે.

rajkot gujarat cricket news