રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો આતંક, 11 દિવસમાં 4ના મોત

12 January, 2019 01:08 PM IST  |  રાજકોટ

રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો આતંક, 11 દિવસમાં 4ના મોત

રાજકોટમાં સ્વાઈન ફ્લૂનો કહેર

રાજકોટ તેમજ આખાય સૌરાષ્ટ્રમાં જ્યાં ઠંડીને લીધે લોકો ફફડી રહ્યા છે તો બીજી બાજુ સ્વાઈન ફ્લૂને કારણે લોકોમાં થથરાટ વધ્યો છે. જ્યાં વર્ષ 2017-18માં સ્વાઈન ફ્લૂને કારણે 174 લોકોના મૃત્યુ થયા હતા ત્યાં વર્ષ 2019ની શરૂઆતમાં જ માત્ર 11 દિવસોમાં તો સ્વાઈન ફ્લૂએ 4 લોકોનો ભોગ લીધો છે. લોકોમાં જાગૃતિના અભાવે આ રોગ રાજ્યમાં પોતાનો પગપેસારો કરી રહ્યો છે અને વધુ વકરી રહ્યો છે. તેથી આરોગ્ય અધિકારીની સલાહ મુજબ શરદી-ઉધરસ જેવા સામાન્ય લક્ષણો પ્રત્યે દુર્લક્ષ ન સેવતાં સમયસર સારવાર લેવાથી સ્વાઈન ફ્લૂથી બચી શકાય છે.

રાજકોટમાં ફક્ત સ્થાનિક દર્દીઓ જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો સારવાર માટે આવે છે ત્યારે દર્દીઓને સારવારમાં તકલીફ ન પડે તે માટે સિવિલ હોસ્પિટલમાં 40 પલંગ અને 20 ખાનગી હોસ્પિટલમાં 80 પલંગ એમ કુલ 120 પલંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી વધુ દર્દીઓને સારવાર આપવામાં સરળતા રહે અને તમામને સમયસર યોગ્ય સારવાર મળી રહે.

આ પણ વાંચો : સુરતમાં ત્રણ વર્ષની બાળકીને નરાધમોએ પીંખી નાંખી

શરદી, ઉધરસ જેવા સામાન્ય લક્ષણો જણાય તો તરત જ તબીબનો સંપર્ક કરવો તેમજ ભીડયુક્ત વિસ્તારમાં જવા-રહેવાનું ટાળવું. જો પરિવારમાં કોઈને સ્વાઈન ફ્લૂ થયો હોય કે તેવા કોઈ લક્ષણો દેખાય તો અન્ય સભ્યોએ પણ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

swine flu gujarat