Gujarat: ONGC ગૅસ પ્લાન્ટમાં આગ, અહીં જુઓ બ્લાસ્ટના વીડિયો

24 September, 2020 09:09 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Gujarat: ONGC ગૅસ પ્લાન્ટમાં આગ, અહીં જુઓ બ્લાસ્ટના વીડિયો

ગુજરાતના સૂરત સ્થિત ઑઇલ એન્ડ નેચરલ ગૅસ કૉર્પોરેશનના પ્લાન્ટમાં આજે ગુરુવારે આગ લાગી ગઈ. પ્લાન્ટમાં એક પછી એક અનેક ધડાકા થયા. અગ્નિશામક દળની ઘણી ટીમ ઘટનાસ્થળે છે. આગ ઓલવવાના પ્રયત્નો કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે, હાલ કોઇને ઇજા થવાના સમાચાર નથી.

કહેવામાં આવી રહ્યું છે કે સૂરતના હજીરામાં આવેલા ONGCના પ્લાન્ટમાં આજે લગભગ 3.30 વાગ્યે આગ લાગી. બ્લાસ્ટ બાદ મોટા પાયે પ્લાન્ટમાં આગ લાગી, જે દૂરથી પણ જોઇ શકાતી હતી. ન્યૂઝ એજન્સી ANIએ આનો વીડિયો પણ જાહેર કર્યો છે. આગની સૂચના મળતા જ ફાયર બ્રિગેડની ઘણી ટીમ્સ ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો ચાલુ છે. હાલ કોઇના ઇજાગ્રસ્ત થવાના સમાચાર મળ્યા નથી.

ઘટના સ્થળે હાજર લોકોએ જણાવ્યું કે બ્લાસ્ટ એટલો જોરદાર થયો કે 10 કિલોમીટર દૂર સુધી આનો અવાજ સંભળાયો હતો. સાવચેતીના પગલાં રૂપે બધાં જ ટર્મિનલ બંધ કરી દેવામાં આવ્યા છે. સૂરતના કલેક્ટર ડૉક્ટર ધવલ પટેલે જણાવ્યું કે ONGCના હજીરા પ્લાન્ટમાં લગભગ 3 વાગ્યે આગ લાગી. એક પછી એક ત્રણ બ્લાસ્ટ બાદ આગ ફેલાઇ. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે છે. જાનમાલનું નુકસાન થયું નથી. ONGCના અધિકારીઓ દ્વારા દબાણવાળી ગૅસ પ્રણાલીને ઘટાવડા અંગે કામકાજ ચાલુ છે.

surat gujarat