29 July, 2019 07:46 AM IST | સુરત
શહેરી જનોને વૉકિંગની સુવિધા મળી રહે એ માટે મહાનગરપાલિકા વૉક-વે બનાવવાનું આયોજન કરી રહી છે. ડચ ગાર્ડનથી ચોપાટી સુધીનો વૉક-વે હવે કેબલ સ્ટેઇડ બ્રિજ નીચેથી ગેટવે હોટેલ સુધીનો બાકી હોઈ આ એક કિલોમીટર જેટલા બાકી વૉક-વેને ૩૬.૧૬ લાખના ખર્ચે સાકાર કરવા માટેનું આયોજન કરાયું છે.
આ પણ વાંચોઃ બોલબાલા ટ્રસ્ટઃ 28 વર્ષથી રાજકોટની સેવા કરે છે આ સંસ્થા
મહત્ત્વની બાબત એ છે કે શહેરના નજરાણારૂપ કેબલ સ્ટેઇડ બ્રિજને પણ શહેરી જનો નીચેથી જોઈ શકશે. આ પ્રસ્તાવિત વૉક-વે માટે અઠવા ઝોનના કાર્યપાલક ઇજનેર મહેશ ચાવડાએ જણાવ્યું હતું કે અઠવા લાઇન્સ ખાતે આવેલા જિલ્લા પોલીસ ભવન પાછળથી તાપી નદીને સમાંતર છેક ગેટવે હોટેલ સુધી વૉક-વે રૂપિયા ૩૬.૧૩ લાખના ખર્ચે તૈયાર કરાશે. હજી ટેન્ડર ભરવા માટે ૩૧ જુલાઈ અંતિમ દિવસ છે. ૧ ઑગસ્ટે ટેન્ડર ઓપન થશે.