સુરત: સમૂહ લગ્નમાં આવેલી રકમ અપાશે શહીદોના પરિવારોને

18 February, 2019 02:44 PM IST  | 

સુરત: સમૂહ લગ્નમાં આવેલી રકમ અપાશે શહીદોના પરિવારોને

પ્રતીકાત્મક તસવીર

વિશ્વ જ્યારે વેલેન્ટાઈન્સ ડે ઉજવવામાં વ્યસ્ત હતો ત્યારે ભારતીય સૈનિકો પર આતંકવાદી હુમલો થતાં દેશના જવાનોને શહીદ થયા. આ હુમલા બાદ દેશમાં જનાક્રોશ ઉમટ્યો. સ્થળે સ્થળે શાંતિ રેલીઓ તથા સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યા. મોટાભાગના દેશવાસીએ કોઈકને કોઈક રીતે શહીદોના પરિવારને મદદરૂપ થવા તત્પર છે એવામાં સુરતના સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહ લગ્ન નિમિત્તે શહીદ પરિવારોને 61 લાખ રૂપિયાની મદદ કરાઈ છે.

ચાંદલામાં આવેલ 61 લાખ રૂપિયા શહીદોના પરિવાર સુધી પહોંચડવાનો વિચાર જ સમાજને એક નવી દિશા ચીંધે છે. એટલું જ નહીં તેની સાથે સાથે રવિવારે યોજાયેલ સમૂહ લગ્નમાં 261 યુગલો સહિત ત્યાં હાજર જનમેદનીએ શહીદોને ભાવાંજલિ પણ અર્પણ કરી હતી.

આ પણ વાંચો : પુલવામા હુમલો: ગુજરાતના થિયેટર્સ 2 શૉની આવક શહીદોના પરિવારને આપશે

આ અંગે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે, આ વર્ષે સમૂહલગ્નમાં ચાંદલારૂપે મળતાં રૂપિયા પુલવામાના શહીદોના પરિવારને આપવાનો નિર્ણય લીધો છે. દરમિયાન સમૂહલગ્નમાં 61 લાખ રૂપિયાનો ચાંદલો મળ્યો હતો. આ 61 લાખ રૂપિયા પુલવામાના 40 શહીદોના પરિવારને અર્પણ કરવામાં આવ્યો છે. આ સાથે જ જાગૃત વ્યક્તિ બનવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત રાષ્ટ્રભાવના થોડા દિવસ માટે નહીં પરંતુ કાયમી ધબકતી રાખવા જણાવ્યું હતું.

Gujarat BJP gujarat surat terror attack