સુરત : RTO માં ઓટો લોનના વાહનોનું કૌભાંડ ઝડપાયું

11 April, 2019 09:34 PM IST  |  સુરત

સુરત : RTO માં ઓટો લોનના વાહનોનું કૌભાંડ ઝડપાયું

સુરત RTO

હજુ ગુરૂવારે જ સુરત કોર્પોરેશનને એક સારા કાર્યને લઇને એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે સુરતી લાલાઓએ તેનું નામ ડુબાડી દીધું છે. મળી રહેલ માહિતી પ્રમાણે સુરત શહેરમાં ઓટો લોનનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં જપ્ત થયેલા વાહનો ઓન લાઇન ટેન્ડરથી એજન્ટોને વેચી દેતા. જેમાં આ એજન્ટો ડુપ્લીકેટ R.C. બુક બનાવીને વાહનો વેચવાનું કૌભાંડ બહાર આવતા સુરત આર.ટી.ઓ. માં ચકચાર મચી ગઇ છે.

કૌભાડ બહાર પડતા હરકતમાં આવી સુરત RTO
મળતી માહિતી મુજબ શહેરમાં આ ઓટો લોનના વાહનોનું કૌભાંડ બહાર આવતા જ સુરત
RTO દ્વારા કુલ 100 થી વધુ વાહનોને બ્લેકલીસ્ટ કરી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કેજપ્ત કરવામાં આવેલ વાહનો બેંકે પહેલા પોતાના નામ પર ચઢાવવાના હોય છે. ત્યારબાદ વાહન ખરીદનારના નામે ચઢાવવા 15 ટકા ટ્રાન્સફર ફી RTOને ચુકવવાની હોય છે. જેનાથી બચાવા આ કૌભાંડ આચરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું.


ઓટો લોનની ભરપાઇ સમયસર ન કરતા બેંક આવા વાહનોને જપ્ત કરી લેતા હોય છે. જો કે, આવા જપ્ત કરાયેલા વાહનોના નામ બેન્કના નામ પર ટ્રાન્સફર કર્યા વગર જ ઓનલાઇનના માધ્યમથી એજન્ટોને વેચી મોટું કૌભાંડ આચરવામાં આવતું હોવાની ગંધ સુરત RTOના ધ્યાને આવતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. RTOના જણાવ્યા અનુસાર બેન્ક દ્વારા જે વાહનો જપ્ત કરવામાં આવે છે, તે વાહનો સૌ પ્રથમ બેંકે પોતાના નામ પર કરાવવા ત્યારબાદ જ અન્ય વ્યક્તિને વેચવા અને નામ ટ્રાન્સફર કરાવવા RTOને 15 ટકા ટ્રાન્સફર ફી ચુકવવાની હોય છે.

એજન્ટો ડુપ્લીકેટ આરસી બનાવી તેના પરથી ઓરીજીનલ આરસી બુક બનાવતા હતા
જો કે
, એજન્ટો ડુપ્લીકેટ આરસી ઉપરથી નામ ટ્રાન્સફર કરી ઓરીજનલ આરસી બુક બનાવી લેતા હતા. જ્યાં RTOને 15 ટકા ટ્રાન્સફર ફીની ચોરી કરવામાં આવતી હતી. જ્યાં બેંક દ્વારા જપ્ત કરાયેલા 100 જેટલા વાહનો પોતાના નામ પર કર્યા વગર જ એજન્ટોને વેચી દેવામાં આવ્યા હતા. એજન્ટો દ્વારા ડુપ્લીકેટ આરસી બુક બનાવી વાહનો અન્ય લોકોને વેચાતા હતા. આવા તમામ 100 જેટલા વાહનોને હાલ બ્લેકલીસ્ટ કરી દેવામાં આવ્યા છે અને RTO દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

surat