સુરતમાં હેલ્મેટ પહેરીને રમાયા નવતર ગરબા

01 October, 2019 09:40 AM IST  |  સુરત | સુરત

સુરતમાં હેલ્મેટ પહેરીને રમાયા નવતર ગરબા

હેલ્મેટ ગરબા

આ વર્ષે નવરાત્રિનો તહેવાર તદ્દન અનોખા રંગ સાથે ઊજવાઇ રહ્યો હોય તેમ લાગે છે. રવિવારે સુરતના વીઆર મૉલ ખાતે એક ડાન્સ ગ્રુપે માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે હેલ્મેટ પહેરીને ગરબા રજૂ કર્યા હતા.

‘હેલ્મેટ અને સીટ બેલ્ટ વ્યક્તિની પોતાની સલામતી માટે છે અને સૌએ તેનું પાલન કરવું જોઈએ. તે માટે સરકારને ફરજિયાતપણે તેનું પાલન કરવાની જરૂર ન પડવી જોઈએ, કારણ કે તેનાથી તેમને કોઈ લાભ થવાનો નથી. લોકોએ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવાની આદત કેળવવી જોઈએ, જેથી તેઓ તેમના જીવનમાં લાંબા સમય સુધી તમામ તહેવારોનો આનંદ ઉઠાવી શકે’ એમ ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું.

આ ઉપરાંત બોડી પૅઈન્ટ ટૅટૂ પણ નવરાત્રિની ઉજવણીનો ભાગ બન્યાં છે. શહેરના યંગસ્ટર્સે સુસંગત સામાજિક મુદ્દાઓને લગતાં ટૅટૂ ચીતરાવેલાં જોવાં મળ્યાં હતાં.

નવરાત્રિની તૈયારીરૂપે કેટલીક મહિલાઓએ પીઠ પર આર્ટિકલ ૩૭૦ તથા ચંદ્રયાન-2નાં ટૅટૂ ચીતરાવ્યાં હતાં, તો વળી કોઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પનાં ટૅટૂ સાથે જોવા મળ્યા હતા.

surat navratri