સુરત : 432 જેટલા હિંદુઓએ આજે કર્યું ધર્મ પરિવર્તન

19 January, 2019 03:21 PM IST  |  | Dirgha media news agency

સુરત : 432 જેટલા હિંદુઓએ આજે કર્યું ધર્મ પરિવર્તન

ગુજરાતમાં ધર્મ પરિવર્તનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં આજે એક સાથે 432 જેટલા હિન્દુ ધર્મના લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવી લીધો છે. તમામ 432 લોકોએ ગોડદરાના મંગળ પાંડે કમ્યુનિટી હોલમાં એક સમારોહમાં હિંદુ ધર્મ ત્યાગીને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો. ધર્મ પરિવર્તન કરવા માટે સુરતના કલેક્ટર પાસે 5 વર્ષ પહેલાં 500થી વધુ વ્યક્તિઓએ અરજી કરી હતી. હવે પાંચ વર્ષ પછી 432 લોકોને બૌદ્ધ ધર્મ અપનાવવાની પરવાનગી મળી છે. સુરતમાં આ ઘટના પહેલી વાર જ બની છે. ધર્મ પરિવર્તન દરમિયાન ઇનકમ ટેક્સ ચીફ કમિશનર સુબચન રામ અને સુરત કલેક્ટર ડૉ. ધવલ પટેલ હાજરી આપી. તેમની ઉપસ્થિતિમાં 432 વ્યક્તિઓએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો.

આ પણ વાંચો : મોદી આ પેઇન્ટિંગ તેમના બેડરૂમમાં રાખશે

સુરતમાં પ્રથમ વાર આ પ્રકારનો સમારોહ યોજાયો હતો. આ કારણોસર સ્થાનિક વિસ્તારના નાગરિકોમાં કુતુહલ અને ચર્ચા જોવા મળી. બૌદ્ધ ધર્મ દિશા અંગિકાર સમિતિના સુરતના કન્વિનર અડવોકેટ પરિક્ષિત રાઠોડે જણાવ્યું હતું કે, ધર્મ પરિવર્તન કાયદાની લાંબી પ્રક્રિયા પૂર્ણ કરાયા બાદ સુરત જિલ્લા કલેકટર તરફથી ધર્મ પરિવર્તનની મંજૂરી આપવામાં આવી, જે અંગેના પ્રમાણ પત્રનું વિતરણ આ સમારોહમાં કરવામાં આવ્યું છે. જો કે, આ લોકો કોઈના દબાણમાં આવીને અથવા પોતાની ઇચ્છાથી ધર્મપરિવર્તન કરી રહ્યા છે તે જાણવા માટે પોલીસે પૂછપરછ કરી હતી.

surat national news