ડાયમંડ કિંગ ધોળકિયા વિવાદમાં, નર્મદા નદીના પટમાં રસ્તો બનાવી દીધો

07 May, 2019 08:03 AM IST  |  ભરુચ | (જી.એન.એસ.)

ડાયમંડ કિંગ ધોળકિયા વિવાદમાં, નર્મદા નદીના પટમાં રસ્તો બનાવી દીધો

સવજીભાઈ ધોળકિયા

નર્મદા નદી આમેય સુકાઈ ગઈ છે એવામાં કેટલાક માલેતુજારો એનો દુરુપયોગ કરી રહ્યા છે. સુરતના પ્રખ્યાત હીરાના વેપારી સવજીભાઈ ધોળકિયા દ્વારા નદીની મધ્યમાં આવેલ બેટ પર પોતાનું ફાર્મ હાઉસ બનાવ્યું છે અને ત્યાં સુધી પહોંચવા માટે નદીને ચીરીને માર્ગ બનાવી દેવામાં આવ્યો હતો. એના પરથી વાહનોની પણ અવરજવર થઈ શકે એટલો મોટો પાળો બનાવી દેવામાં આવ્યો હતો જેના કારણે નદીનું વહેણ અવરોધતું હતું. નદીની મધ્યમાં સવજીભાઈ ધોળકિયા દ્વારા મસમોટી જગ્યામાં ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું છે જ્યાં સુધી પહોંચવા આ પાળો બનાવાયો હતો.

આ મામલે ધોળકિયાએ જણાવ્યું કે ‘ત્યાં કોઈ રિસૉર્ટ નથી ત્યાં ગૌશાળા છે. ત્યાં અમારી ૨૦૦ ગાયો, બકરાં, ઘેટાં અને ધોડા છે. અમે ત્યાં શાકભાજી ઉગાડીએ છીએ. ત્યાં અમારે રહેવા માટે પતરાંનાં કોટેજો બનાવ્યાં છે. ત્યાં અમે દસ લાખ ઝાડ વાવ્યાં છે. ત્યાં જવા માટે કોઈ રસ્તો જ નથી એથી અમે ત્યાં નદી સુધી પહોંચવા માટે સાવ નાની કેડી બનાવી છે. આ પાળો માટીનો છે. અમે નદીનાં પાણી અવરોધાય એવું કંઈ નથી કરતા. અમે નદી સાફ કરીએ છીએ. અમે ત્યાં કોઈ અહિતનું કામ નથી કર્યું.’

આ પણ વાંચો : પરીક્ષાના ધાર્યા પરિણામો ન આવે તો શું કરવું જાણો જય વસાવડા પાસેથી

તેમણે આગળ જણાવતાં કહ્યું કે ‘જો તંત્ર કહેશે તો અમે આ પાળો હટાવી દઈશું. અમારા લોકો કાદવમાંથી જશે. અમે સમાજને નુકસાન થાય એવું કંઈ કામ કર્યું નથી.’

surat gujarat