સુરત મનપાને મળશે એવોર્ડ: હુડકો સાથે મળી ઉર્જા ક્ષેત્રેમાં ઉત્તમ કામગીરી

11 April, 2019 03:32 PM IST  |  સુરત

સુરત મનપાને મળશે એવોર્ડ: હુડકો સાથે મળી ઉર્જા ક્ષેત્રેમાં ઉત્તમ કામગીરી

સુરત મહાનગર પાલીકા આજે શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. જોકે આ વખતે કોર્પોરેશનના સારા કામને લઇને તેના વખાણ થઇ રહ્યા છે. મહાનગર પાલીકાએ હુડકોના માધ્યમથી રીન્યુએબલ એનર્જીની શાનદાર કામગીરીને પગલે આગામી 25મી એપ્રિલના રોજ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવશે.

સુરત કોર્પોરેશને શું મેળવી સિદ્ધી

સુરત કોર્પોરેશને અનેક સિદ્ધિ મેળવી છે. ત્યારે આ વખતે મનપાએ હુડકોની સાથે રહીને રીન્યુએબલ એનર્જી અંગે કરેલી કામગીરી માટે આગામી 25મી એપ્રિલના રોજ એવોર્ડ આપવામાં આવશે. સુરત મહાનગર પાલિકાએ ઊર્જા કાર્ય ક્ષમતાના ક્ષેત્રમાં અત્યાર સુધીમાં 32.4 મેગાવોટની વિન્ડપાવર અને 6 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ્સ અને ઊર્જા બચતના ભાગરૂપે કન્વેશનલ સ્ટ્રીટ લાઇટ ફિટીંગને એલઇડીમાં બદલવાની કામગીરી હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકાના તમામ પ્રયાસના કારણે પાલિકા કુલ વીજ વપરાશના 34 ટકા જેટલો હિસ્સો રિન્યુએબલ ઊર્જા સ્ત્રોતોમાંથી મેળવી રહી છે.

હાઉસીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે હુડકો સંસ્થા દ્વારા પાલિકાએ રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રે કરેલી કામગીરીને બિરદાવી છે. એનર્જી સિક્યુરિટી એફર્ટમાં પાલિકાને પર્યાવરણ સુધારણાની કામગીરીમાં 2018-2019 માટે હુડકો એવોર્ડની પસંદગી થઇ છે.

આ પણ વાંચો : એકસાથે આઠ વાજિંત્રો વગાડીને વધારે છે અમદાવાદનું ગૌરવ

વિન્ડ પાવરથી 32 મેગાવોટનું ઉત્પ્દન થયું
સુરત મનપા દેશની પહેલી મહાનગર પાલિકા છે જેને વિન્ડપાવર પ્લાન્ટ નાંખ્યો છે. પોરબંદર ખાતે 2010માં 18.44 કરોડ ખર્ચે 3 મેગાવોટનો પ્રોજેક્ટ નાખ્યો હતો. તેનાથી પાલિકાને સપ્ટેમ્બર 2018 સુધીમાં રૂ. 26.90 કરોડનો ફાયદો થયો છે. તેની સફળતા બાદ વર્ષ 2013માં જામનગર ખાતે 8.40 મેગાવોટનો પ્રોજેક્ટ નાખ્યો હતો. જેની પાછળ રૂ. 43.93 કરોડનો ખર્ચ થયો હતો. આ પ્રોજેક્ટ થી પાલિકાને સપ્ટેમ્બર 2018 સુધીમાં 52.63 કરોડનો ફાયદો થયો છે.

પોરબંદરમાં 2014માં 41.52 કરોડના ખર્ચે પવન ચક્કીનો પ્રોજેક્ટ સ્થાપ્યો હતો
ત્રીજો પ્રોજેક્ટ પણ પોરબંદર ખાતે સ્થાપવામાં આવ્યો હતો. વર્ષ
2014માં 41.52 કરોડના ખર્ચે 6.30 મેગાવોટનો પવન ચક્કી પ્રોજેક્ટ સ્થાપ્યો હતો. રૂ. 26.65 કરોડનો ફાયદો મહાનગર પાલિકાને સપ્ટેમ્બર 2018 સુધીમાં થયો છે. તો ચોથો પ્રોજેક્ટ કચ્છના નખત્રાણા ખાતે સ્થપાયો હતો. આ પ્રોજેક્ટ પાછળ મનપાએ સૌથી વધુ 90.60 કરોડનો ખર્ચ કર્યો હતો. અહીંથી મનપાએ સૌથી વધુ 12.60 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરુ કર્યું હતું. સપ્ટેમ્બર 2018 સુધીમાં આ પ્રોજેક્ટ થકી 38.26 કરોડનો ચોખ્ખો નફો થયો છે. આમ સુરત મનપાએ અત્યાર સુધી રૂ. 202.20 કરોડનો ખર્ચ ચાર પવન ચક્કી પ્રોજેક્ટ પાછળ ખર્ચ કર્યા છે. જેમાંથી 12.60 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ તમામ પ્રોજેક્ટ થકી મનપાને અત્યાર સુધીમાં 138.74 કરોડનો ફાયદો થયો છે. હાલમાં 16 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ નાખવા માટેની ટેન્ડર પ્રક્રિયા મંજુર કરવામાં આવી છે.

surat gujarat