સુરતઃ ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયું 'દે ધના ધન'

04 April, 2019 05:05 PM IST  |  સુરત

સુરતઃ ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયું 'દે ધના ધન'

સુરતમાં થઈ મારામારી

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. જો કે સુરતમાં તો આ માહોલ એટલો ગરમાયો કે ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ છૂટ્ટા હાથની મારામારી પર ઉમટી આવ્યા. સુરતમાં કલેક્ટર ઓફિસની સામે જ ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે દે ધના ધન દેવાવાળી થઈ. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ત્યારે બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ.

મળતી માહિતી મુજબ બંને પક્ષના સમર્થકોએ એક બીજા પર અભદ્ર ભાષામાં સૂત્રોચ્ચાર કર્યો હોવાને પગલે મામલે વણસ્યો હતો. તો મહિલાઓનું અપમાન કરાયું હોવાની વાત પણ ઉઠી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહિલાઓ વચ્ચે થયેલી બોલાચાલી બાદ પુરુષ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી. બાદમાં બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ. પરિસ્થિતિ એટલી વણસી હતી કે પોલીસે પહોંચી તેમ છતાંય બંને પક્ષના કાર્યકર્તાઓ અટકી નહોતા રહ્યા.

કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે તેઓ પોતાના પક્ષના ઉમેદવાર સાથે ફોર્મ ભરવા આવ્યા હતા, પરંતુ ભાજપના કાર્યકર્તાઓ પહેલેથી જ હાજર રહતા. અને અમારી રેલી અટકાવીને અમારી સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું. સાથે જ ભાજપના કાર્યકર્તાઓે મહિલા કાર્યકર્તાના માથા પર દંડાથી માર મારવામાં આવ્યો હોવાનો પણ આરોપ કરાયો છે.

આ પણ વાંચોઃ Election 2019 : ગુજરાતની તમામ 26 બેઠકોનું ચિત્ર થયું સ્પષ્ટ, થશે ખરાખરીનો જંગ

બાદમાં પોલીસે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. 

Election 2019 surat gujarat Gujarat BJP Gujarat Congress