સુરત અને રાજકોટનો દુનિયાના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં સમાવેશ

01 May, 2019 06:09 PM IST  |  મુંબઈ

સુરત અને રાજકોટનો દુનિયાના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં સમાવેશ

સુરત અને રાજકોટ બન્યા વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરો(તસવીર સૈૌજન્યઃ WWF

દુનિયાના મોટા અને મોંઘા શહેરોનો ભૂલી જાઓ, ભવિષ્ય તો ભારતનું જ છે. ઓક્સફર્ડ ઈકોનોમિક્સના રીસર્ચ પ્રમાણે 2019 થી 2035 સુધીની વાત કરીએ તો દુનિયાના સૌથી વિકસતા શહેરોમાં સુરત પહેલું હશે. અને આ તમામ શહેરો ભારતના જ હશે. આ યાદીમાં રાજકોટ સાતમાં સ્થાને છે.


ડાયમંડ સિટી સુરતનો આર્થિક વૃદ્ધિ દર દુનિયામાં સૌથી ઉંચો છે. સાથે ત્યાં IT સેક્ટર પણ હવે સારી રીતે વિકાસ પામી રહ્યું છે. 2019 થી 2035ના ગાળામાં સુરતનો GDP 9.2 ટકા રહેશે.

ઉદ્યોગોનો નગરી રાજકોટનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટ આ લિસ્ટમાં સાતમું છે. અને 2035 સુધીમાં તેનો GDP 8.33 ટકા જેટલો થશે.

આ પણ વાંચોઃ દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદને છઠ્ઠું, રાજકોટને નવમું સ્થાન

રાજકોટ અને સુરતની સાથે આ યાદીમાં આગ્રા, બેંગાલુરૂ, હૈદરાબાદ, નાગપુર, તિરૂપ્પુર, રાજકોટ, તિરુચિરાપલ્લી, ચેન્નઈ,વિજયવાડાનો પણ સમાવેશ થાય છે.