આજે રાષ્ટ્રપતિ ભવનમાં સ્વચ્છતા સર્વેક્ષણ-2019ના પરિણામોનું એલાન થયું. આ સર્વેમાં ઈંદૌર સતત ત્રીજી વાર અવ્વલ રહ્યું છે. જ્યારે રાજકોટને નવમું સ્થાન મળ્યું છે. સૌથી સ્વચ્છ રાજધાનીઓમાં ભોપાલ પહેલા સ્થાન પર છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદ અને પાંચ લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં ઉજ્જૈને બાજી મારી છે.
મંત્રાલયે આપેલા આંકડા પ્રમાણે, સ્વચ્છતા સર્વેક્ષણ-2019માં દેશનાં 4237 શહેરોનો 28 દિવસમાં સર્વે કરવામાં આવ્યો છે. આ દરમિયાન અલગ અલગ ટીમોએ 64 લાખથી વધુ લોકોના પ્રતિભાવો જાણ્યા. સોશિયલ મીડિયાના માધ્યમથી આ શહેરોના 4 કરોડ લોકોના પ્રતિભાવો લેવામાં આવ્યો. ટીમે આ શહેરોના 41 લાખ ફોટો ભેગા કર્યા. સર્વેક્ષણમાં સામેલ શહેરો તરફથી સ્વચ્છતાના સંદર્ભમાં સાડા ચાર લાખે ડૉક્યૂમેંટ્સ અપલોડ કરવામાં આવ્યા.