નેતાઓ ઉજવણીના જ મૂડમાં હોય છે, પક્ષપ્રમુખો પાલન કરાવે

20 January, 2021 02:17 PM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

નેતાઓ ઉજવણીના જ મૂડમાં હોય છે, પક્ષપ્રમુખો પાલન કરાવે

ગુજરાતમાં ઉત્તરાયણ પર કોરોના ગાઇડલાઇનના ભંગને લઈને સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો છે. કોર્ટે રાજ્યના ગૃહસચિવને કોરોના ગાઇડલાઇનના પાલન વિશેની એફિડેવિટ અંગે જણાવ્યું છે. ગુજરાત હાઈ કોર્ટના કોરોના ગાઇડલાઇન વિશેના નિર્દેશ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી. ૨ ડિસેમ્બરના રોજ હાઈ કોર્ટે નિર્દેશ કર્યો હતો કે માસ્ક નહીં પહેરનારાઓને કોવિડ સેન્ટરમાં સેવા માટે મોકલો. જેને લઈને હાઈ કોર્ટના નિર્દેશની સામે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લીવ પિટિશન કરી હતી. સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટના આ નિર્દેશ સામે ત્રીજી ડિસેમ્બરે સ્ટે આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ લીવ પિટિશનની સુનાવણી દરમ્યાન રાજકીય પક્ષોના મેળાવડાને લઈને નારાજગી દર્શાવી હતી. સુપ્રીમે ટકોર કરતાં જણાવ્યું કે દેશના દરેક રાજકીય પક્ષો ઉજાણીના મૂડમાં જ હોય છે. આમ રાજ્યમાં ઉત્તરાયણ પર કોરોના ગાઇડલાઇનના ભંગના નિર્દેશને લઈને રાજ્યના ગૃહસચિવને કોરોના ગાઇડલાઇનના પાલન વિશેની એફિડેવિટ કરવા જણાવ્યું છે.

સુપ્રીમે નિર્દેશ કર્યો કે રાજકીય પક્ષોના પ્રમુખોએ તેમના કાર્યકરોને ગાઇડલાઇનનું પાલન કરવા કહેવું જોઈએ. સામાજિક અંતરના ભંગના ૧૦ ઉદાહરણો અમે આપી શકીએ છીએ. સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારે કોરોના ગાઇડલાઇનના ભંગ બદલ નિર્દેશ જાહેર કર્યો હતો, ત્યારે બીજી તરફ ભરૂચમાં ફરીથી એક વખત રાજકીય રૅલીમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઊડતા જોવા મળ્યા. ઝઘડિયામાં બીટીપીના હોદ્દેદારો બીજેપીમાં જોડાવવા જતા સમયે વિશાળ રૅલીનું આયોજન કરવામાં આવ્યું. આ બાઇક રૅલીમાં માસ્ક અને સામાજિક અંતરનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો. ઝઘડિયા એપીએમસી ખાતે બીજેપીના કાર્યક્રમમાં જતા સમયે રૅલી યોજી હતી.

gujarat supreme court