અમદાવાદમાં સ્કૂલના સ્ટુડન્ટ્સે ગીતાના ૧૮ શ્લોક પર આધારિત ૧૪૦ ફુટ લાંબી રાખડી બનાવી

18 August, 2024 09:21 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

શ્રીમદ ભગવદ્ગીતાના ૧૮ શ્લોક પર આધારિત ૧૪૦ ફુટ લાંબી રાખડી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સ્ટુડન્ટ્સે બનાવી

રાખડી

અમદાવાદમાં આવેલી સાધના વિનય મંદિર સ્કૂલમાં શ્રીમદ ભગવદ્ગીતાના ૧૮ શ્લોક પર આધારિત ૧૪૦ ફુટ લાંબી રાખડી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સ્ટુડન્ટ્સે બનાવીને ગઈ કાલે ડિસ્પ્લે કરી હતી જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ૪૫ મીટર કાપડ પર ઊનના દોરામાંથી જાતે બનાવેલા ૩૬ બુટ્ટા, ૩૦૦ ઝૂમકા, ૩૦૦ નંગ નાની રાખડીઓ સાથે ૧૨ દિવસની મહેનત બાદ સ્ટુડન્ટ્સે લાંબી રાખડી પૂરી કરી હતી.

ahmedabad gujarat news raksha bandhan culture news gujarati medium school