સ્ટેચ્યૂ ઑફ યુનિટી પ્રવાસીઓ માટે આટલા દિવસ રહેશે બંધ

18 October, 2020 08:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સ્ટેચ્યૂ ઑફ યુનિટી પ્રવાસીઓ માટે આટલા દિવસ રહેશે બંધ

ફાઈલ તસવીર

કોરોનાના કહેર વચ્ચે સંક્રમણ ન ફેલાય તે માટે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ પર્યટન સ્થળો બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ અનલોકમાં ધીમે-ધીમે બાગ-બગીચા અને ફરવાલાયક સ્થળો ખોલવાની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહી છે.

અનલોક 5ની ગાઈડલાઈન અનુસાર રાજ્ય સરકારે 17 ઓક્ટોબરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલ્લુ મુક્યુ હતું. પરંતુ 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી તંત્ર દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે. જેથી 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી કોઇ પણ પ્રવાસી સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ફરવા જઈ શકશે નહીં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવા હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

17 ઓક્ટોબરના રોજ જ્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું ત્યારે બીજા દિવસે 2 હજાર કરતા પણ વધારે પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને વ્યુઇંગ ગેલેરીમાં પણ એડવાન્સ બુકિંગ લોકોએ કર્યુ હતું. 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત રહેવાના હોવાના કારણે પર્યટકો માટે આગામી 27મી ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ કરવામાં આવ્યું છે અને 3 નવેમ્બરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે.

 

gujarat narendra modi statue of unity