સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઉમટ્યા લોકો, 2 દિવસમાં 50 લાખની આવક

26 May, 2019 04:53 PM IST  |  નર્મદા

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઉમટ્યા લોકો, 2 દિવસમાં 50 લાખની આવક

સ્ટેચ્યુ ઓફ યુનિટી

વેકેશનનો સમય ચાલી રહ્યો છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. એમાંય છેલ્લા બે દિવસમાં તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે જબરજસ્ત સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં પ્રવાસીઓનો ધસારો અચાનક જ વધી રહ્યો છે. મળતા આંકડા પ્રમાણ છેલ્લા બે દિવસમાં 34 હજારથી વધુ મુસાફરોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. જેને કારણે માત્ર બે દિવસમાં 50 લાખ રૂપિયાની આવક થઈ છે.

ટિકિટ વેચાણ કરાયું બંધ

25 મેના દિવસે માત્ર 24 કલાકમાં એટલે કે 26 મેનો દિવસ શરૂ થાય તે પહેલા જ મધરાતના 12 વાગ્યા સુધીમાં 15 હાજરથી વધુ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. પ્રવાસીઓનો ધસારો એટલો વધી ગયો કે ટિકિટ વેચવાની જ બંધ કરવી પડી હતી. જો કે પ્રવાસીઓને ધક્કો પડતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

 

હેલિકોપ્ટર રાઈડ પણ બંધ

એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ વહેંચણી બંધ કરવામાં આવી હતી. જેન કારણે મુસાફરો ગુસ્સે ભરાયા. તો બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ચાલતી હેલિકોપ્ટર સેવા પણ બંધ થઇ જતાં પ્રવાસીઓ નિરાશ થયા હતાં.

આ પણ વાંચોઃ ભાવનગરમાં આવેલી છે એક એવી હોસ્પિટલ, જ્યાં સારવાર થાય છે સાવ મફત

પહેલા છ મહિનામાં લાખોની આવક

ઉલ્લેખનીય છે કે સ્ટેટ્યૂ ઓફ યુનિટીનાં લોકાર્પણનાં માત્ર 6 મહિનામાં એટલેકે 31 એપ્રિલ સુધીમાં 13,73,523 પ્રવાસીઓએ મુલાકાત લીધી લીધી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને માત્ર 6 મહિનામાં 34,48,53,853 રૂપિયાની અધધધ આવક થઇ હતી. અને અત્યારે તો વેકેશન ચાલી રહ્યું છે જેના કારણે પણ પ્રવાસીઓમાં મોટી સંખ્યામાં આવી રહ્યાં છે.

statue of unity gujarat news