જામનગર જીજી હોસ્પીટલ ખાતે અચાનક પહોંચ્યા રાજ્ય આરોગ્ય કમિશ્નર

25 August, 2019 10:01 PM IST  |  Jamnagar

જામનગર જીજી હોસ્પીટલ ખાતે અચાનક પહોંચ્યા રાજ્ય આરોગ્ય કમિશ્નર

Jamnagar : જામનગર જી.જી. હોસ્પીટલ ખાતે ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશ્નર ડો.જયંતિ રવિના અધ્યક્ષસ્થાને રોગી કલ્યાણ સમિતિ તેમજ મેડીકલ કોલેવજ ડેવલપમેન્ટ સોસાયટીની ગવર્નીંગ કાઉન્સીલની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જી.જી. હોસ્પીટલ ખાતે સિકયુરીટીની સઘન વ્યવસ્થા બનાવવા આર્મીમેન ગાર્ડ લેવા બાબત, હોસ્પીટલમાં સ્ટ્રેચરની સુવિધા અને ફાર્માસીસ્ટની જગ્યા બાબત તેમજ વિવિધ સ્થાનો પર કર્મચારીઓની જગ્યાઓ ભરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત સ્વાઇનફલુ અંતર્ગત એબીજી ટેસ્ટ માટેની વ્યવસ્થા, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત કરવાની થતી બેડાકવીનીન અંતર્ગત ઇન્વેસ્ટીગેશનની વ્યવસ્થા માટેની રજૂઆત તેમજ ચર્ચા કરવામાં આવી હતી.

મેરા અસ્પતાલ એપ.નો વધુ લોકો લાભ લે તેના માટે ખાસ ધ્યાન આપવામાં આવશે
આ બેઠકમાં આરોગ્ય કમિશ્નર દ્વારા મેરા અસ્પતાલ એપ્લીકેશનની લોકો વધુ સેવા લે તેમજ 104 નંબરની હેલ્પલાઇન દ્વારા થતી કામગીરીને લોક વધુ ચોકસાઇપૂર્વક માહિતી આપીને લોકપયોગી બનાવે અને જી.જી.હોસ્પીટલ ખાતે સ્ટેટ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર દ્વારા લોકોને દેહદાન કરી અન્ય વ્યક્તિને નવજીવન અર્પવા માટે પ્રેરવામાં આવે તે માટે પણ ધ્યાન દોરવામાં આવેલ હતું.

તદુપરાંત મેડીકલ કોલેજ અન્વયે પણ તેની જરૂરીયાતો, તેના બાંધકામ વિશેની બાબતો, તેના રીનોવેશન, કવાર્ટર અંગેની ચર્ચા કરાઇ હતી. આ તકે જી.જી.હોસ્પીટલ દ્વારા બનાવાયેલી હોસ્પીટલની એપ્લીકેશનનું ઇનોગ્રેશન પણ કરવામાં આવેલ હતું. આ બેઠકમાં જી.જી. હોસ્પીટલના ડીન નંદની દેસાઇ, તબીબી અધિક્ષક નંદીની બાહરી અને વિવિધ વિભાગના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ જુઓ : જુઓ અને જાણો 'જૂના'ગઢને દુર્લભ અને ઐતિહાસિક તસવીરોમાં

રાજ્યના આરોગ્ય કમિશ્નર જયંતિએ અચાનક રાજકોટની મુલાકાત લીધી
રાજકોટમાં રોગચાળો ફાટી નીકળતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલીક ગુજરાત રાજયના આરોગ્ય કમિશ્નર જયંતિ રવિ રાજકોટ દોડી આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ કામકાજની સમીક્ષા કરી હતી. આરોગ્ય કમિશ્નર જયંતી રવિએ આરોગ્ય તંત્ર સાથે બેઠક યોજી હતી જેમાં મેડીકલ કોલેજના ડીન ડો. ગૌરવીબેન ધ્રુવ, સિવિલ સર્જન ડો. મનીષ મહેતા, ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને રોગી કલ્યાણ સમિતિના જયંત ઠાકર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

jamnagar gujarat