અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે મોરારી બાપુએ પાંચ કરોડ રૂપિયા દાન કર્યા

28 July, 2020 12:18 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે મોરારી બાપુએ પાંચ કરોડ રૂપિયા દાન કર્યા

મોરારી બાપુ (ફાઈલ તસવીર)

અયોધ્યામાં પ્રભુ શ્રી રામ મંદિરના નિર્માણ માટે કથાવાચક મોરારી બાપુએ પાંચ કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. મોરારી બાપુએ ભાગનગરમાં રામકથાનું વાંચન કરતી વખતે વ્યાસપીઠ પરથી આ જાહેરાત કરી હતી. રામલલાનું મંદિર બનાવવા માટે પાંચ કરોડ રૂપિયા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને આપવામાં આવશે. બાપુએ કહ્યું હતું કે, સૌથી પહેલા રામ જન્મભૂમિ માટે અહીંથી પાંચ કરોડ રૂપિયા મોકલવામાં આવશે. જે પ્રભુ શ્રી રામના ચરણોમાં એક તુલસીપત્રના રૂપમાં ભેટ હશે.

ભાગનગરમાં રામકથાનું વાંચન કરતી વખતે વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ કહ્યું હતું કે, ચિત્રકૂટમાં અમારો જે આશ્રમ છે તેની તરફથી રામ જન્મભૂમિ માટે  પાંચ કરોડ રૂપિયા આપવામાં આવશે. બીજી તરફ ટ્રસ્ટે અપીલ કરી છે ચાંદીની જગ્યાએ ભક્તો રોકડ રકમ દાન કરે.

નોંધનીય છે કે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની તરફથી મંદિર નિર્માણ માટે દાન કરવાની અપીલ કરવામાં આવી છે. વિહિપના ટ્રસ્ટના સદસ્ય ચંપત રાયે કહ્યું છે કે, અનેક શ્રદ્ધાળુઓ ચાંદીની શિલા લઇને અયોધ્યા આવી રહ્યાં છે. આજે મંદિર નિર્માણ માટે બેન્કમાં નાણાં જોઇએ છે ચાંદી નહીં. માટે જે શ્રદ્ધાળુ ચાંદી લઇને આવી રહ્યા છે તેમને અમારું નિવેદન છે કે તે ચાંદીની સમાન રોકડ બેન્ક અકાઉન્ટમાં જમા કરાવે. વિશ્વ હિન્દુ પરિષદ રામ મંદિર નિર્માણ માટે ગામ-ગામ અને શહેર-શહેર દાનપત્ર લઈને ફરશે અને લોકો પાસેથી દાન ઉગરાવશે. જેથી રામ મંદિરનું નિર્માણ જનભાગીદારીથી બને અને તમામ હિન્દુઓને આ મંદિર બનાવવા માટે દાન આપવાની તક મળે.

gujarat ayodhya ram mandir