દક્ષિણ ગુજરાતમાં 102.37 ટકા વરસાદ, સમગ્ર મધ્ય ગુજરાતમાં 81.75 ટકા વરસાદ

17 August, 2019 10:08 AM IST  | 

દક્ષિણ ગુજરાતમાં 102.37 ટકા વરસાદ, સમગ્ર મધ્ય ગુજરાતમાં 81.75 ટકા વરસાદ

દક્ષિણ ગુજરાતમાં 102.37 ટકા વરસાદ

રાજ્યમાં ફરી એક વાર મેઘરાજાએ ધીમી ધારે વરસાદની શરૂઆત કરતાં ગુજરાતના ઘણાખરા વિસ્તારોમાં મેઘમહેર થઈ હતી. ભારે વરસાદના કારણે કેટલાક ડૅમોમાં નવા નીરની આવક થઈ હતી તો ઘણા ડૅમ ઓવરફ્લો થતાં દરવાજાઓ ખોલવા પડ્યા છે.

રાજ્યમાં મેઘરાજા મહેરબાન બન્યા છે. રાજ્યના ૩૩ જિલ્લાના ૧૯૧ તાલુકમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ પડ્યો છે જેમાં સાબરકાંઠાના પોશીનામાં છ ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે વડનગરમાં બે ઇંચ અને વિસનગરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૬૪.૪૫ ટકા વરસાદ પડ્યો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૧૬.૭૪ ટકા વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના દિયોદર અને લાખણી પંથકમાં પણ મધરાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાયાં છે. છેલ્લા ૨૪ કલાકમાં દિયોદરમાં ૩૪ મિમી જ્યારે લાખણીમાં ૫૦ મિમી વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં સ‌િઝનનો ૮૬.૪૫ ટકા વરસાદ પડ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ૧૦૨.૩૭ ટકા વરસાદ પડ્યો હતો. ભરૂચમાં ૧૨૯.૨૫ ટકા, નર્મદામાં ૧૦૮.૭૬ ટકા, તાપીમાં ૯૬.૩૧ ટકા, સુરતમાં ૧૦૫.૮૩ ટકા, નવસારીમાં ૮૯.૭૨ ટકા, વલસાડમાં ૯૯.૦૬ ટકા અને ડાંગમાં ૯૬.૪૯ ટકા વરસાદ ખાબક્યો છે.ગુજરાતમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સીઝનનો કુલ ૭૬.૩૫ ટકા વરસાદ ખાબક્યો હતો. આંકડા પ્રમાણે, કચ્છમાં ૧૦૨.૦૪ ટકા, સુરેન્દ્રનગરમાં ૮૨.૫૯ ટકા, રાજકોટમાં ૭૫.૫૫ ટકા, મોરબીમાં ૧૦૨.૨૩ ટકા, જામનગરમાં ૮૭.૬૩ ટકા, દેવભૂમિ દ્વારકામાં ૫૮.૦૫ ટકા, પોરબંદરમાં ૫૦.૧૪ ટકા, જૂનાગઢમાં ૭૦.૭૯ ટકા, ગીર સોમનાથમાં ૬૬.૪૭ ટકા, અમરેલીમાં ૭૨.૩૪ ટકા, ભાવનગરમાં ૮૩.૧૬ ટકા અને બોટાદમાં ૧૦૮.૦૨ ટકા વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો: ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર, દાંતામાં ૪ ઇંચથી વધુ વરસાદ

છેલ્લે મધ્ય ગુજરાતના વરસાદની વાત કરીએ તો સીઝનનો ૮૧.૭૫ ટકા વરસાદ પડ્યો હતો. આંકડા પ્રમાણે અમદાવાદ જિલ્લામાં ૬૪.૮૭ ટકા વરસાદ, ખેડામાં ૮૩.૪૩ ટકા, આણંદ ૮૭.૭૦ ટકા, વડોદરામાં ૮૮.૧૭ ટકા, છોટાઉદેપુરમાં ૧૧૫.૬૦ ટકા, પંચમહાલમાં ૯૨.૮૭ ટકા, મહિસાગરમાં ૫૩.૦૭ ટકા અને દાહોદમાં ૬૪.૪૭ ટકા વરસાદ પડ્યો છે.

Gujarat Rains gujarati mid-day