આખરે ધીમો પડ્યો વરસાદ, દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો ખાબક્યો

12 August, 2019 09:50 AM IST  |  સુરત

આખરે ધીમો પડ્યો વરસાદ, દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો ખાબક્યો

આરાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ કહેર મચાવી રહ્યો છે. ચારેય ઝોનમાં જબરજસ્ત વરસાદ ખાબક્યો હતો. વડોદરા, આણંદ, સુરતમાં પૂરની સ્થિતિ સર્જાઈ. જો કે છેલ્લા બે દિવસથી વરસાદે રાહત આપી છે. છેલ્લા બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ હળવો થયો છે. સૌથી વધુ વરસાદ સુરતના ઓલપાડમાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. બારડોલીમાં 1.3 ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા બે દિવસથી હળવા વરસાદના પગલે અસ્ત વ્યસ્ત થયેલું જન જીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જો કે છેલ્લા બે દિવસથી વરસાદ સામાન્ય છે. ત્યારે ભારે વરસાદને પગલે ઠપ થયેલું જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. ભારે વરસાદના પગલે રસ્તાઓ ધોવાઈ જવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. પાણી ઉતરતા હવે સફાઈ પર ધ્યાન અપાઈ રહ્યું છે. રોગચાળો ન ફેલાય તે માટે દવાનો છંટકવા કરાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઓલપાડમાં 1.3 ઈંચ વરસદા પડ્યો છે. જ્યારે 30 તાલુકાઓમાં 1 મિમિથી લઈને 1.3 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

ઉકાઈ ડેમની સપાટી ઘટી

ઉકાઈ ડેમની સપાટી પણ ગટી રહી છે. ઉપરવાસમાં વરસાદ બંધ થતા ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી છે. રવિવારે ઉકાઈ ડેમનું જળસ્તર 337.24 ફૂટ સુધી પહોંચ્યું છે. જો કે ઉકાઈમાંથી હાલ પણ 1.93 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. રૂલ લેવલે સપાટી આવી જતા આઉટફ્લોમાં ઘટાડો કરવામાં આવવાની શક્યતાઓ રહેલી છે. હાલની ઉકાઈ ડેમની સપાટી 336.99 છે. ઉકાઈ ડેમની સપાટીમાં ઘટાતો થતા રાહત થઈ છે.

Gujarat Rains vadodara surat