25 April, 2026 09:01 AM IST | Prabhas Patan | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ પાસેથી પસાર થતી હિરણ, કપિલા અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ ખાતે નદીમાં માત્ર અસ્થિ અને પિંડનું જ વિસર્જન કરી શકાશે. ત્રિવેણી સંગમ ખાતે નદીમાં ચૂંદડી, નારિયેળ સહિતની વસ્તુઓ નાખવા પર પ્રતિબંધ મુકાયો છે.
પ્રભાસ પાટણ ખાતે આવેલા ત્રિવેણી સંગમની નદીમાં ચૂંદડી, કાપડ, નારિયેળ, ફૂલ, માટીનાં વાસણો સહિતની પૂજા-સામગ્રી તેમ જ પ્લાસ્ટિકની કોથળીઓ સહિતની સામગ્રીઓ, રાંધેલો કે કાચો ખોરાક તેમ જ અન્ય કોઈ પણ પ્રકારનો કચરો નાખવા પર જિલ્લા વહીવટી તંત્રએ પ્રતિબંધ મૂક્યો છે.