નણંદ- ભોજાઈ સામ સામેઃ રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા કોંગ્રેસમાં જોડાયા

14 April, 2019 05:14 PM IST  |  જામનગર

નણંદ- ભોજાઈ સામ સામેઃ રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા કોંગ્રેસમાં જોડાયા

રવિન્દ્ર જાડેજાના બહેન કોંગ્રેસમાં જોડાયા

રવિન્દ્ર જાડેજાના પરિવારમાં ભાજપ વર્સિસ કોંગ્રેસનો જંગ જોવા મળશે. કારણ કે રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા પિતા સાથે કોંગ્રેસમાં જોડાયા છે. જ્યારે તેમના પત્ની રીવાબા જાડેજા ભાજપમાં જોડાયેલા છે. જેથી હવે નણંદ-ભોજાઈ સામસામે છે.

નેશનલ વુમન્સ પાર્ટીમાં હતા નયનાબા
નયનાબા પહેલા નેશનલ વુમન્સ પાર્ટીમાં હતા. જેમાં તેમને મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત વેસ્ટ ઝોનના ઝોનલ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા. જે બાદ નયનાબા એ કહ્યું હતું કે અમે વુમન એમ્પાવરમેન્ટ માટે કામ કરશે. અને હવે તેમણે કોંગ્રેસનો હાથ થામ્યો છે.

આ પણ વાંચોઃ જામનગર બેઠકમાં રિવાબાની ટિકિટને લઈને વિવાદ

રીવાબા જાડેજા જોડાયા હતા ભાજપમાં
રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ માર્ચમાં જામનગરમાં કેસરિયો ધારણ કર્યો હતો. તેના થોડા સમય પહેલા તેઓ ગુજરાત કરણી સેનામાં જોડાયા હતા. અને તેની મહિલા વિંગના અધ્યક્ષ બન્યા હતા. અને બાદમાં તેમણે પોતાની રાજકીય ઈનિંગનો આરંભ ભાજપથી કરવાનું નક્કી કર્યું હતું.

ravindra jadeja Gujarat BJP Gujarat Congress