શિવરાત્રીએ જૂનાગઢમાં યોજાશે 'શિવ મહાકુંભ', જાણીતા કલાકરો જમાવશે રંગત

19 February, 2019 05:27 PM IST  |  જૂનાગઢ | દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

શિવરાત્રીએ જૂનાગઢમાં યોજાશે 'શિવ મહાકુંભ', જાણીતા કલાકરો જમાવશે રંગત

શિવરાત્રીના મેળાનો કાર્યક્રમ જાહેર

શિવ મહાકુંભનો કાર્યક્રમ
-26 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન સાત દિવસ માટે મેળો યોજાશે.
-મેળામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સાધ્વી ઋતુંભરાજી, CM વિજય રૂપાણી હાજરી આપશે.
-ગાયક કૈલાશ ખેર, ભીખુદાન ગઢવી, કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીરના પ્રોગ્રામ રાખવામાં આવશે.
-26 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગ્યે ભૂતનાથ થી ભવનાથ સુધી સંતયાત્ર નીકળશે.
-27 ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યે ધ્વજારોહણ, 15 રુદ્રાક્ષના શિવલિંગનું પૂજન થશે અને સાંજ લેસર શો થશે.
-28 ફેબ્રુઆરીએ સાંજે 4 વાગ્યે ડમરું યાત્રા, લેસર શો થશે અને રાત્રે સ્થાનિક કલાકારોનો કાર્યક્રમ થશે.
-1 માર્ચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાત્રે કૈલાશ ખેરનો કાર્યક્રમ યોજાશે.
-2 માર્ચે બપોરે 3 વાગ્યે સાધ્વી ઋતુંભરાની ધર્મસભા થશે, લેસર શો થશે અને રાત્રે કીર્તિદાન ગઢવીનો ડાયરો થશે.
-3 માર્ચે મોરારીબાપુ અને અખાડાની ધર્મ સભા, મહા આરતી, લેસર શો અને ભીખુદાન ગઢવીના ડાયરાનું આયોજન થશે.
-4 માર્ચે લેસર શો, હાથી, ઘોડા સાથે પરંપરાગત રવાડી નિકળશે અને સાધુ સંતો મૃગી કુંડમાં શાહી સ્નાન કરશે.


gujarat