અરવલ્લી : શિક્ષા અભિયાન સંઘના પ્રમુખે મુંડન કરાવી NOTA ની ચિમકી આપી

11 April, 2019 09:14 PM IST  |  અરવલ્લી

અરવલ્લી : શિક્ષા અભિયાન સંઘના પ્રમુખે મુંડન કરાવી NOTA ની ચિમકી આપી

મુંડન કરાવતો કર્મચારી (PC : Google)

ભારતમાં હવે લોકસભા ચુંટણીની શરૂઆત થઇ ગઇ છે. પહેલા તબક્કાનું મતદાન ગુરૂવારે શરૂ થઇ ગયું છે. ત્યારે ગુજરાતમાં 23 એપ્રિલના રોજ ચુંટણીને લઇને મતદાન થશે. ત્યારે ગુજરાતના કેટલાય ગામડાઓમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકો રોષે ભરાયા છે. જેને પગલે લોકોએ મતદાનથી અળગા રહેવાની ચિમકીઓ ઉચ્ચારી હતી.

સરકારની નીતિથી નારાજ
NOTA ના ઉપયોગની ચિમકી ઉચ્ચારી
આ સમગ્ર ઘટનામાં શિક્ષા અભિયાનના કર્મચારીઓ પણ રોષે ભરાયા હતા અને  સરકારની નીતિ-રીતિથી નિરાશ થઈ
NOTAમાં મત આપવાની ચિમકી ઉચ્ચારી હતી. મોડાસા શહેરમાં સમગ્ર શિક્ષા અભિયાન યોજનાના કરાર આધારિત કર્મચારી સંઘના પ્રમુખ અમિત કવિએ રાજ્ય સરકારમાં સમાન કામ સમાન વેતનની માંગ સાથે અનેકવાર રજૂઆત કરી છે. તેમ છતાં તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા માથે મુંડન કરી વિરોધ નોંધાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સમગ્ર શિક્ષા અભિયાન યોજનામાં કરાર આધારિત 22 હજાર જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આ પ્રસંગે ઉપ પ્રમુખ આશિષ પટેલ અને 50 જેટલા કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.

gujarat Election 2019