દારૂબંધીવાળા ગુજરાતમાં 12માની પરીક્ષામાં પુછાયો આ પ્રશ્ન

13 October, 2019 09:34 AM IST  |  અમદાવાદ | શૈલેષ નાયક

દારૂબંધીવાળા ગુજરાતમાં 12માની પરીક્ષામાં પુછાયો આ પ્રશ્ન

દારૂડિયાઓના ત્રાસની ફરિયાદનો પત્ર

ગુજરાતમાં હમણાં દારૂને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં લેવાયેલી એક પરીક્ષાના પ્રશ્નપત્રમાં દારૂ વેચનાર અને દારૂડ‌િયાઓના ત્રાસનો પુછાયેલો પ્રશ્ન ગઈ કાલે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે અને ચર્ચાસ્પદ બન્યો છે. અજુગતા લાગતા આ પ્રશ્નપત્ર અને પ્રશ્ન અંગે ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી તપાસ કરાવશે.

તાજેતરમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાનના ગુજરાતમાં દારૂ અંગેના નિવેદનથી વિવાદ ઊઠ્યો હતો અને દારૂના મુદ્દે દંગલ મચી ગયું હતું એવા સમયમાં ગુજરાતમાં લેવાયેલી પરીક્ષામાં દારૂ અને દારૂડિયાના ત્રાસનો પ્રશ્ન પુછાતાં અને પુછાયેલો આ પ્રશ્ન ગઈ કાલે સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં અચરજ ફેલાયું છે. ચર્ચાઈ રહ્યું છે કે માણસા વિસ્તારમાં ધોરણ ૧૨ની એકઝામમાં આ પ્રશ્ન પુછાયો હતો. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા આ પ્રશ્નપત્રના એક પેજ પર વિભાગ – ઈમાં ૭૪ નંબરનો પાંચ માર્કનો પ્રશ્ન હતો, જે અરજી લખવા માટેનો પુછાયો હતો. વાઇરલ થયેલા પ્રશ્નપત્રમાં વિદ્યાર્થીઓને અરજી લખવાનો પ્રશ્ન છે, જેમાં પુછાયું છે કે ‘તમારા વિસ્તારમાં દારૂ વેચનાર અને દારૂડ‌િયાઓનો ત્રાસ વધી ગયો છે એની ફરિયાદ કરતો પત્ર જિલ્લા પોલીસ વડાને લખો.’

આ પણ વાંચો : સંવેદનશીલ હરામી નાળામાંથી ઝડપાઈ પાંચ પાકિસ્તાની બોટ : ઘૂસણખોરો ગાયબ

દારૂના પુછાયેલા પ્રશ્ન અંગેની વિગતો જાણવા માટે ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી ભરતસિંહ વાઢેરને પૂછતાં તેમણે મિડ ડેને કહ્યું હતું કે ‘આ પ્રશ્નપત્ર અંગે જોઈ લઉં છું અને તપાસ કરાવું છું.’

તેમણે એમ પણ કહ્યું હતું કે ‘અમુક સ્કૂલો સાથે મળીને પેપર કાઢતી હોય છે, પરંતુ આ બાબતે હું તપાસ કરાવું છું.’

ahmedabad gujarat