ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, શિયાળુ પાકને નુકસાન થવાનું જોખમ

04 March, 2022 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ ભાગમાં એટલે કે ડાંગ, તાપી અને નર્મદા જિલ્લાઓમાં આગામી સાત માર્ચ સુધી હળવા વરસાદની આગાહી કરી છે.

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં એક કાળઝાળ ગરમી વચ્ચે ફરી એક વાર ઠંડીના ચમકારની અસર અનુભવાઈ  શકે છે.  હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ ભાગમાં એટલે કે ડાંગ, તાપી અને નર્મદા જિલ્લાઓમાં આગામી સાત માર્ચ સુધી હળવા વરસાદની આગાહી કરી છે. જેથી આ દરમિયાન રાજ્યમાં ઠંડો પવાન ફુંકાઈ શકે છે. 

જ્યારે બીજી બાજુ વરસાદના આગાહીને પગલે શિયાળુ પાકને નુકશાન થવાની ભીતિ પણ ખેડૂતોમાં જોવા મળી છે. રાજ્યના તાપમાનની વાત કરીએ તો બુધવારે આશરે ચૌદ જેટલા શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. અમદાવાદમાં ગરમીનુ પ્રમાણ થોડુ વધારે જોવા મળ્યુ હતુ, શહેરમાં તાપમાન 37 ડિગ્રીએ પહોંચ્યુ હતું. જ્યારે પવનની દિશા બદલાવવાથી કેટલાક શહેરોમાં ગરમીનો પારો નીચો હતો. પવનને કારણે આગામી ત્રણ દિવસ ગરમીથી રાહત મળી શકે છે. 

અમદાવાદની વધુ વાત કરીએ તો ગુરુવારે શહેરમાં મહત્તમ તાપમાન 35 અને લઘુતમ તાપમાન 18.2 ડિગ્રી નોંધાયુ હતું. હાલમાં વરસાદને આગાહીને કારણે ઠંડો પવન ફુંકાવાના શક્યતો હોવાથી ગરમીથી રાહત મળી શકે છે, પરંતુ 15 માર્ચ પછી ફરી ગરમીનો પારો વધીને 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

નોંધનીય છે કે રાષ્ટ્રીય હવામાન વિભાગે માર્ચથી મે મહિના સુધી ગરમીની સ્થિતિનો અહેવાલ જાહેર કર્યો હતો. રિપોર્ટ પ્રમાણે ઉત્તર ગુજરાતીમાં માર્ચથી મે મહિના સુધી ખુબ જ ગરમી પડવાના શક્યતા છે. 

 

 

 

 

gujarat news ahmedabad gujarat