ચરોતરના રૂષિ પટેલે અમેરિકામાં એશિયન કાઉન્સિલમેન તરીકે ઈતિહાસ રચ્યો 

04 June, 2023 06:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મૂળ ગુજરાતના ચરોતરના ઋષિ પટેલ(Rishi Patel)અમેરિકાના હ્યુસ્ટન(Houston,America)માં પિયરલેન્ડના પ્રથમ એશિયન કાઉન્સિલમેન તરીકે ચૂંટણી જીતી ઈતિહાસ રચ્યો છે.

ઋષિ પટેલ

"જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત!" આ કહેવતને સાર્થક કરનારા પ્રતિભાઓની ઘણી લાંબી યાદી છે. હવે આમાં પટેલનું નામ પણ સામેલ થયું છે. મૂળ ગુજરાતના ચરોતરના ઋષિ પટેલ(Rishi Patel)અમેરિકાના હ્યુસ્ટન(Houston,America)માં પિયરલેન્ડના પ્રથમ એશિયન કાઉન્સિલમેન તરીકે ચૂંટણી જીતી ઈતિહાસ રચ્યો છે. ઋષિ પટેલ પિયરલેન્ડ સિટી કાઉન્સિલમાં પોઝિશન 7 માટે ચૂંટાયા છે. 

પિયરલેન્ડ સિટી કાઉન્સિલમાં સેવા આપનાર પ્રથમ એશિયન અમેરિકન તરીકે ચૂંટાયા બાદ ઋષિ પટેલ કહે છે કે તેઓ બિઝનેસ ડેવલપમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડ્રેનેજ સહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. તેમણે 6 મેના રોજ એન્ટોનિયો જ્હોન્સન સામે ચુંટણી જીતી હતી અને 57 ટકાથી વધુ મત મેળવ્યા હતા. 

દરેક ગુજરાતી માટે ગૌરવરૂપ એવા ઋષિ પટેલે જણાવ્યું હતું કે પિયરલેન્ડમાં પાણીની સલામતી પ્રાથમિકતા છે પરંતુ નળમાંથી ઓછું પાણી આવતું હોવાથી લોકો એરિઝોનામાં પાણીની અછતનો સામનો કરવાને બદલે સ્વખર્ચે પાણી મંગાવવાનું પસંદ કરે છે. ઋષિ પટેલે કહ્યું કે મને નથી લાગતું કે અમારા પડકારો ખાસ છે. આ પડકારો સામાન્ય છે.  મને લાગે છે કે વોશિંગ્ટન ડી.સી. મેટ્રોપોલિટન વિસ્તારમાં દરેક વ્યક્તિ કદાચ આ પડકારોનો સામનો કરી રહી છે.

આ પણ વાંચો: યુએસએની ટ્રિપ પર જતા હો તો આ પાંચ ક્યુલિનરી અનુભવ મિસ ન કરતાં

તેમનું માનવું છે કે પૂરને રોકવા માટે ડ્રેનેજના મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. આ સાથે જ તેમણે કહ્યું કે વિકસતા વ્યવસાયોને મદદ કરશે જેથી તે વિસ્તારમાં વધુ નોકરીની તકો ઉભી થશે.  

ભારતથી સાઉથ કેરોલિનાથી ટેક્સાસ સુધીની સફર 

ઋષિ પટેલ જ્યારે 9 વર્ષના હતા ત્યારે  તેમના માતા-પિતા સાથે યુનાઇટેડ સ્ટેટ્સ ગયા હતા. તેમનો પરિવાર સાઉથ કેરોલિનામાં સ્થાયી થયા હતા. રૂષિના પિતા  બિપીન પટેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને હાલમાં ચારુસેટ યુનિવર્સિટી અને ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઇન્ટરનલ ઓડિટર છે. ઋષિ પટેલ તેમના ભાઈ-ભાભી સાથે હ્યુસ્ટન વિસ્તારમાં અનેકવિધ હોટેલોના માલિક છે. ઋષિ પટેલે એકાઉન્ટિંગમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં તેમની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી અને યુનિવર્સિટી ઑફ સાઉથ કેરોલિનામાંથી ટેક્સેશનમાં સ્નાતકની ડિગ્રી મેળવી.

2001માં  રૂષિ  પટેલ પિયરલેન્ડમાં રહેવા ગયા. પિયરલેન્ડ ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય બન્યા બાદ  તેમને પ્રજાના સેવાકીય કાર્યો કરવાની પ્રેરણા મળી અને આ હેતુસર તેમણે ચૂંટણીમાં ઝંપલાવ્યું. 

 

gujarat news united states of america south carolina gujarati community news