ગુજરાતમાં નશાબંધીના કાયદામાં રાહત, 20 લીટર શરાબ સુધી નહીં થાય ધરપકડ

04 July, 2019 04:48 PM IST  |  ગાંધીનગર

ગુજરાતમાં નશાબંધીના કાયદામાં રાહત, 20 લીટર શરાબ સુધી નહીં થાય ધરપકડ

ગુજરાતમાં નશાબંધીના કાયદામાં રાહત

રાજ્યમાં ગેરકાયદે દારૂના કારોબાર પર અંકુશ લગાવવા માટે સરકારે શરાબની તસ્કરી માટે સાત થી દસ વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. જેને ઘટાડીને હવે ત્રણ વર્ષ કરી દેવામાં આવી છે. દસ થી વીસ લીટર શરાબની હેરાફેરીના મામલામાં વાહનની જપ્તી અને ધરપકડથી પણ મુક્તિ આપવામાં આવી છે.

ગુજરાતના નાશબંધીનો કાયદો હંમેશા વિવાદોમાં રહ્યો છે. સરકાર અને પોલીસ શરાબની તસ્કરીને રોકવામાં નિષ્ફળ થવાનો આરોપ લગાવતા રહ્યા. જે બાદ સરકારે રાજ્યમાં શરાબની તસ્કરી માટે સાત થી દસ વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી હતી. સાથે શરાબની હેરાફેરીમાં ઉપયોગમાં લેવામાં આવતા વાહનને જપ્ત કરવાની જોગવાઈ હતી.

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ વિધાનસભામાં આ કાયદાની ભરપૂર પ્રશંસા કરતા થાકી નહોતા રહ્યા. એક દિવસ બાદ સરકારે એક પરિપત્ર જાહેર કરીને દસ લીટરથી ઓછા શરાબની તસ્કરી પર વાહનની જપ્તીથી મુક્તિ અને 20 લીટરથી ઓછા શરાબની હેરાફેરીના મામલામાં ધરપકડથી મુક્ત રાખવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં એક વર્ષમાં પકડાયો 6 ટન ગાંજો, માત્ર આણંદમાંથી જ 2 ટન

ગુજરાત પ્રોહિબિશન અમેંડમેંટ એક્ટ 2017નો કાયદો હવે સજા અને દંડના રૂપમાં 20 લીટરથી વધુ દારૂ પકડાશે તો જ લાગૂ પડશે. આ કાયદા અંતર્ગત પહેલી વાર શરાબની હેરાફેરીમાં પકડાઈ જવા પર બે વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ, બીજી વાર પકડાઈ જવા પર ત્રણ વર્ષની સજા અને બે લાખનો દંડ જો કે ત્રીજી વાર પકડાઈ જવા પર સાત થી દસ વર્ષની સજા અને પાંચ લાખનો દંડ હતો. સરકારનું કહેવું છે કે સખત સજાની આડમાં પોલીસ અપરાધીઓ સાથે સાંઠગાંઠ કરીને ભારે માત્રામાં પૈસા પડાવે છે, જેથી ધરપકડ અને વાહન જપ્ત કરવાના કાયદાને સખત કરવામાં આવ્યો છે.

ahmedabad gandhinagar gujarat