આજથી સમગ્ર રાજ્યમાં રાશન વિતરણ થશે: રાજ્ય સરકાર

17 May, 2020 12:28 PM IST  |  Gandhinagar | Agencies

આજથી સમગ્ર રાજ્યમાં રાશન વિતરણ થશે: રાજ્ય સરકાર

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં કોરોના વાઇરસ અને લૉકડાઉન વચ્ચે શ્રમિકોની વતનવાપસી, જરૂરિયાતની વસ્તુનો પુરવઠો જેવી અનેક બાબતે મુખ્ય પ્રધાનના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદ યોજીને મહત્ત્વની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે આવતી કાલથી સમગ્ર રાજ્યમાં અનાજ વિતરણ કરવામાં આવશે. તમામ લોકોને સસ્તા અનાજની દુકાન પરથી અનાજ મળશે. આ સાથે પશુપાલકોને પશુદીઠ ૨૫ રૂપિયાની સબસિડી આપવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા તેમને આ સબસિડી આપવામાં આવશે. જે લોકોના રૅશનકાર્ડનો છેલ્લો આંકડો ૧ હોય તેને કાલે રાશન આપવામાં આવશે. રાજ્યમાં ૧૭થી ૨૭ મે સુધી રાશન વિતરણ કરવામાં આવશે.

મુખ્ય પ્રધાનના સચિવ અશ્વિની કુમારે કહ્યું કે આવતી કાલ ૧૭ મેથી ૨૭ મે સુધી રાજ્યમાં અનાજ વિતરણ કરવામાં આવશે. આવતી કાલથી સમગ્ર રાજ્યમાં રાશન વિતરણનો પ્રારંભ થશે. જે લોકોના રેશન કાર્ડનો નંબર છેલ્લે ૧ હોય તેમને કાલે અનાજ આપવામાં આવશે. કોરોના વાઇરસ અને લૉકડાઉનના સમયમાં રાજ્ય સરકારે પશુપાલકો માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે.

gujarat gandhinagar lockdown coronavirus covid19