રથયાત્રાઃ મેયરે કર્યું રથયાત્રાના રૂટનું નિરીક્ષણ, તૈયારીઓ અંતિમ દોરમાં

26 June, 2019 06:25 PM IST  |  અમદાવાદ

રથયાત્રાઃ મેયરે કર્યું રથયાત્રાના રૂટનું નિરીક્ષણ, તૈયારીઓ અંતિમ દોરમાં

અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા માટે તૈયારીઓ પૂરજોસમાં ચાલી રહી છે. રથયાત્રાને આડે હવે અઠવાડિયાનો જ સમય બાકી રહ્યો છે, ત્યારે સુરક્ષા સહિતના મુદ્દે ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ પોતાના તરફથી તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે. ત્યારે આજે મેયર બીજલ પટેલ સહિત કોર્પોરેશનના અન્ય પદાધિકારીઓએ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કરીને કામગીરીની સમીક્ષા કરી હતી.

મેયરે કરી જાતતપાસ

ભગવાન જગન્નાથની 4 જુલાઈએ યોજાનારી 142મી રથયાત્રાની તૈયારીના ભાગ રૂપે મેયર સહિતના પદાધિકારીઓએ સમગ્ર રૂટનું જાત નિરીક્ષણ કર્યું હતું. જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરથી લઈને સરસપુર સુધીના રુટનું નિરીક્ષણ કરી ખુદ મેયર બીજલ પટેલે તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત મેયરે જગન્નાથ મંદિરમાં દર્શન કરીને દિલીપદાસજીના આશીર્વાદ પણ લીધા હતા. આશીર્વાદ લીધા બાદ મેયર જાત નિરીક્ષણ માટે નીકળ્યા હતા અને ભયજનક મકાનો, રોડ પરના ખાડા, સ્ટ્રીટ લાઈટના પોલ સહિતના મુદ્દાની તપાસ કરી હતી.

મીડિયા સાથે કરી વાત

ઉલ્લેખનીય છે કે AMC પહેલાથી જ રથયાત્રાના રૂટ પર રહેલા 250 જેટલા ભયજનક મકાનોને નોટિસ પણ આપી ચૂક્યુછે. તો કેટલાક સ્થળે ભયજનક હોય એવા મકાનનો ભાગ અને ગેલેરી ઉતારી પણ લેવાઇ છે. આ સમીક્ષા બાદ અમદાવદના મેયર બીજલ પટેલે મીડિયા સાથે વાત કરી હતી. અને રથયાત્રાની પૂર્વ તૈયારી અંગે માહિતી આપી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદઃ સરસપુરમાં જગતના નાથને ધરાવાયો 151 કિલો કેરીનો 

મીડિયા સાથે વાત કરતા મેયર બીજલ પટેલે કહ્યું,'રથયાત્રા પૂર્વેની 90 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. બાકી રહેલી કામગીરી ગણતરીના સમયમાં પૂર્ણ કરી દેવાશે. કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કોર્પોરેશન દ્વારા તમામ કાર્યો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે.'

Rathyatra ahmedabad gujarat news