આજે કચ્છમાં બે બ્રાહ્મણ છે, એક અસલી ને બીજો નકલી

20 April, 2019 11:13 AM IST  |  | રશ્મિન શાહ

આજે કચ્છમાં બે બ્રાહ્મણ છે, એક અસલી ને બીજો નકલી

પરેશ રાવલ

ગુરુવારે કચ્છમાં કૉન્ગ્રેસના રાહુલ ગાંધી પ્રચાર માટે હતા તો બીજેપીના સ્ટાર પ્રચારક પરેશ રાવલ પણ એ જ દિવસે કચ્છમાં હતા. પ્રચાર પછી પરેશ રાવલે હસતાં-હસતાં મીડિયાના કેટલાક પ્રતિનિધિઓની હાજરીમાં કહ્યું હતું કે આજે તો કચ્છમાં બે પ્રકારના બ્રાહ્મણ આવ્યા છે. અસલી અને બીજા નકલી બ્રાહ્મણ. પરેશભાઈને નકલી બ્રાહ્મણનું નામ પૂછતાં તેમણે નામ બોલવાને બદલે નરેન્દ્ર મોદીની સ્ટાઇલ અપનાવીને ફિલ્મી સ્ટાઇલથી કહ્યું હતું, શહઝાદે કે નામ નહીં લિએ જાતે.

આ પણ વાંચો : Video:ચૂંટણી સભામાં હાર્દિક પટેલ પર થઈ લાફાવાળી

રાહુલ ગાંધીને નકલી બ્રાહ્મણ કહીને પરેશ રાવલે વિવાદ ઊભો કર્યો. જોકે કૉન્ગ્રેસે આ વાતને સહજ રીતે સ્વીકારી લીધી હતી. કૉન્ગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું, ‘જાતિવાદનો મુદ્દો લઈ આવવો એ તો બીજેપીની ખાસિયત છે, જેની હવે બધાને ખબર પડી ગઈ છે. આ બધાનો જવાબ વોટર્સ હવે ઈવીએમ થકી આપશે.’

kutch paresh rawal Gujarat Congress Election 2019